Skip to main content
Settings Settings for Dark

આગામી સાત દિવસ રાજ્યના તમામ સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

Live TV

X
  • રાજ્યમાં આજે સવારથી 24 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં તાપીના ઉચ્છલમાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ નોંધાયો છે. આજે સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

    હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યના તમામ સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.હાલ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં આજે સવારથી 24 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં તાપીના ઉચ્છલમાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ નોંધાયો છે. આજે સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.જ્યારે પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, ડાંગ અને તાપીમાં ભારે વરસાદની સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ અને આણંદમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

     હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે અમદાવાદમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરીએ તો આજે અમરેલી, ગીરસોમનાથ અને ભાવનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે.સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, બોટાદ અને દીવ માટે વરસાદનું યલો એલર્ટ અપાયું છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે, આગામી ચાર દિવસ સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે, શિયર ઝોન અને ઓફશોર ટર્ફના લીધે ગુજરાતના વિવિધ સ્થળોએ ભારે વરસાદ પડી રહ્યો છે. હાલ રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પડી રહ્યો છે જેના લીધે કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ છે તો ડેમ પણ ઓવરફ્લો થઈ રહ્યા છે. સારા વરસાદથી ધરતીના તાતમાં પણ હર્ષની લાગણી છે.

    હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ખેડૂતો માટે વરતારો જાહેર કર્યો છે.... જે મુજબ ઓગષ્ટના પ્રથમ સપ્તાહમાં જમીન ભીની હોવાથી પાક પીળો પડી શકે છે.... સાથે જ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ બહરે વરસાદના કારણે પુરની સ્થિતિ સર્જાઈ શકે છે...  વધુમાં તેમણે જણાવ્યું હતું કે.... ચોમાસાની ધરી દક્ષિણ તરફ હોવાના કારણે ૩૦ જૂલાઈ સુધી ગુજરાતમાં સારો વરસાદ થશે... ઉત્તર ભારતમાં લો પ્રેશર બનતા પૂર્વ ભારત, મહારાષ્ટ્ર, કચ્છમાં સારો વરસાદ વરસી શકે છે...

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-11-2024 Max Temp : °C Min Temp : °C
apply