ઓગસ્ટમાં ગુજરાતમાં 9 દિવસ બેન્કોનું કામકાજ રહેશે બંધ, ઝટ-ઝટ પતાવજો બેંકના કામ
Live TV
-
ઓગસ્ટ મહિનામાં સ્વતંત્રતા દિવસ, રક્ષાબંધન, જન્માષ્ટમી સહિતના તહેવારોના કારણે ગુજરાતમાં બેન્કોમાં 9 દિવસ રજા રહેશે. જેમાં છ દિવસ તો રવિવાર અને બીજા-ચોથા શનિવારની સત્તાવાર રજાઓ સામેલ છે
બે દિવસ બાદ સોમવાર થી જુલાઇ મહિનાના છેલ્લા સપ્તાહની શરૂઆત થશે અને પાંચ દિવસ બાદ ઓગસ્ટ મહિનો શરૂ થવાનો છે ઓગસ્ટ 2024ની શરૂઆત સાથે, ઘણા મોટા નાણાકીય ફેરફારો (નિયમોમાં ફેરફાર) જોવા મળી રહ્યા છે, ઓગસ્ટ મહિનામાં ગુજરાતી વર્ષનો શ્રાવણ મહિનો પણ હોવાથી અનેક ધાર્મીક તહેવાર ઓગસ્ટમાં આવશે આ તહેવારોને કારણે બેંકોમાં રજા રહેશે.રક્ષાબંધન, જન્માષ્ટમી જેવા મોટા તહેવારોને કારણે, બેન્કોમાં મોટાપાયે રજા રહેવાની છે. આવી સ્થિતિમાં, જો તમારી પાસે બેંક સાથે સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ છે, તો તેને શક્ય તેટલી વહેલી તકે પતાવવું ફાયદાકારક રહેશે.
ઓગસ્ટ મહિનામાં સ્વતંત્રતા દિવસ, રક્ષાબંધન, જન્માષ્ટમી સહિતના તહેવારોના કારણે ગુજરાતમાં બેન્કોમાં 9 દિવસ રજા રહેશે. જેમાં છ દિવસ તો રવિવાર અને બીજા-ચોથા શનિવારની સત્તાવાર રજાઓ સામેલ છે. આજેથી ઓગસ્ટમાં બેન્ક સંબંધિત કામકાજ માટે ઘરેથી નીકળતા પહેલાં આરબીઆઈની વેબસાઈટ પર બેન્ક હોલિડે લિસ્ટ પર અવશ્ય નજર નાખજો