આજે અમદાવાદ સહિત રાજ્યના આ જિલ્લાઓમાં મેઘો ઘમરોળ વરસશે, હવામાન વિભાગે કરી આગાહી
Live TV
-
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે અમદાવાદ સહિત રાજ્યભરના કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. તેમજ રાજ્યના દક્ષિણ ભાગમાં અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
આજે હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક ભાગમાં ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આ ઉપરાંત અમદાવાદ શહેર માટે પણ આજે વરસાદની શકયતા છે. તેમજ રાજ્યના દક્ષિણ ભાગમાં અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આજે રાજ્યના વિવિધ ભાગોમાં અતિભારે વરસાદની આગાહી છે. જેમાં નર્મદા, સુરત, તાપી, ડાંગ, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ દાદરા અને નગર હવેલીમાં અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, મોરબીમાં ભારે વરસાદની શકયતા છે. હવામાન વિભાગ દ્વારા આવતીકાલથી આગામી પાંચ દિવસ માટે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે
અમદાવાદમાં ગુરુવારે એટલે 11 જુલાઈના રોજ ગરમી અને બફારાથી લોકો તોબા પોકારી ઉઠ્યા હતા. ત્યારે આજે સવારથી આકરો તડકો પડી રહ્યો છે. લોકો ગરમીથી કંટાળી ગયા છે અને વરસાદની રાહ જોઈ રહ્યા છે. હવામાના વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતભરમાં આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આજે એટલે 12મી જુલાઈએ અમરેલી, ભાવનગર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આ ઉપરાંતના જિલ્લાઓમાં કોઇ ચેતવણી આપવામાં આવી નથી.
વરસાદના છેલ્લા 24 કલાકના આંકડાની વાત કરીએ તો, 117 તાલુકામાં વરસાદ મનમૂકીને વરસ્યો હતો. જેમાં કામરેજ અને ઉમરગામમાં સૌથી વધુ સવા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે વલસાડ, સુરત, આણંદ, રાજકોટ, નવસારી, અમકેસી, સાબરકાંઠામાં વરસાદ ખાબક્યો હતો.