દાહોદ: પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના ફળદાયી નીવડી, સ્વરોજગાર શરૂ કરવા યુવકને મળી 5 લાખની લોન
Live TV
-
દાહોદ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ મુદ્રા લોન યોજના સ્વરોજગાર પ્રાપ્ત કરનાર લોકો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે. આ યોજના અંતર્ગત દાહોદ જિલ્લામાં ઘણા લોકોએ લાભ મેળવી સ્વરોજગાર પ્રાપ્ત કર્યો છે. આ મુદ્રા લોન યોજનાનો લાભ વધુ ને વધુ લોકો સુધી પહોંચે તે આશયથી દાહોદ જિલ્લાની બેન્ક ઑફ બરોડા, લીડ બેન્ક ખુબજ સફળતા પૂર્વક પ્રચાર કરી છે. દાહોદ જિલ્લામાં રહેતા યુવક નિર્મલ પરમારને એલ્યુમિનિમ પેનલ બનાવવાનો વ્યવસાય શરૂ કરવા માટે નાણાંની જરૂર હતી. ત્યારે તેમને બેન્ક ઑફ બરોડાનો સંપર્ક કરી અને મુદ્રા લોન યોજના હેઠળ આવેદન કર્યું હતું. અને નિર્મળને વ્યવસાય શરૂ કરવા માટે રૂપિયા 5 લાખની લોન પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના હેઠળ વગર કોઈ સિક્યોરિટી મળી હતી. આ વ્યવસાય શરૂ થતા તેઓ પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવવા સક્ષમ બન્યા છે.
મુદ્રા લોન કોઈ પણ જામીનગીરી વગર મળે છે
મહત્ત્વનું છે કે, સામાન્ય રીતે લોન લેવા માટે જામીનગીરી આપવી પડે છે. પરંતુ મુદ્રા લોન યોજના હેઠળ વિના કોઈ જામીનગીરી આપ્યા વગર વ્યાપારી, કારીગરોને લોન સગવડ પૂરી પાડવામાં આવી રહી છે. યોજના હેઠળ ત્રણ ભાગોમાં જરૂરિયાત મંદ સુધી પહોંચવા માટે લોન આપવામાં આવે છે. જેમાં શિશુને રૂ. 50 હજાર સુધીની લોન, કિશોરને 50 હજારથી 5 લાખ સુધીની લોન અને તરુણ અવસ્થામાં આવતા લોકો માટે 10 લાખ સુધીની લોન વગર કોઈ કોલેકટોરલ સિક્યોરિટી પૂરી પાડવામાં આવે છે, જેથી દેશમાં બેરોજગારીનો પ્રમાણ ઘટે અને લોકો સ્વરોજગારી પ્રાપ્ત કરે.
બેન્ક ઓફ બરોડાના રીજીયોનલ મેનેજર રામનરેશ યાદવના જણાવ્યા મુજબ દાહોદમાં પાછલા વર્ષમાં મુદ્રા લોન યોજના માં કુલ 1000 થી વધારે લાભાર્થીઓને 25 કરોડ રૂપીયાનુ લોન ધીરાણ આપવામાં આવેલ છે. પ્રધાન મંત્રી મોદીની આ મુદ્દા લોન બેકાર યુવક યુવતીઓમાં રોજી રોટી મેળવવા માટે આર્શીવાદ રૂપ સાબિત થઈ રહેલી છે.