દાહોદનો સ્માર્ટ સીટીમાં સમાવેશ થતાં બન્યું વધુ સ્વચ્છ અને સુંદર
Live TV
-
નગરમાં નવી પાણી ની ટાંકીઓ પણ ઉભી થઇ છે .અને નવા કુવા ઉભા કરીને નળના નવા કનેક્શનો આપવાની+ કામગીરી ચાલી રહી છે . આ કામગીરી પૂર્ણ થતા દાહોદ શહેર ને દર 24 કલાક પાણી મળશે. શહેરના તમામ મુખ્ય માર્ગોના નવા રસ્તાઓનું નિર્માણ કાર્ય પણ કરવામાં આવશે.
દાહોદ શહેરનો જયારથી સ્માર્ટ સીટીમાં સમાવેશ થયૉ છે ત્યારથી દાહોદ માં વિકાસ પ્રવૃત્તિઓ વધી છે. દાહોદ શહેરમાં થોડા સમય પહેલાં સરકાર દ્વારા એક સર્વે ની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમનો મુળ હેતુ દાહોદ ના નલોકો ને કેવું શહેર જોઈએ છે તે જાણવાનો હતો. તે અંતર્ગત જ નગર પાલિકા દ્વારા સમગ્ર દાહોદ શહેરની ઇમારતો અને શાળાઓની ભીંત ઉપર સુંદર અને સરસ મજાના ચિત્રો જોવા મળી રહ્યા છે.
ચિત્રો સંકેત આપે છે કે લોકોને કેવા નગરની પ્રતિક્ષા છે. દરેક ચિત્ર પોતે એક સન્દેશ લઇને તૈયાર કરાયું છે. જેવાકે સ્વચ્છ ભારત મિશન , પ્લાસ્ટિક મુક્ત દાહોદ , વૃક્ષો વાવો અને બચાઓ , પ્લાસ્ટિકની થેલીઓનો ઉપયોગ ના કરો જેવા સંકેત આપ્યા છે.