નગરોના વિકાસ માટે વધુ 7 ટીપી સ્કીમને CM વિજય રૂપાણીની મંજૂરી
Live TV
-
રાજ્યના નગરોના સુગ્રથિત વિકાસ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીની પહેલ - વધુ 7 ટીપી અને 1 ફાઈનલ ડીપી યોજનાઓ અને વિજાપુર ડેવલપમેન્ટ પ્લાન સહિત કુલ 8 યોજનાઓને આપી મંજૂરી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના નગરોના સુગ્રથિત વિકાસ માટે પ્રતિબધ્ધતા વ્યક્ત કરી છે. વર્ષ 2020ના પ્રથમ બે માસમાં 8 જેટલી યોજનાઓ મંજુર કરી છે અને 2018-2019ના વર્ષમાં 100 જેટલી નગર રચના યોજનાઓ મંજુર કરી અભિનવ પહેલ કરી છે.
મુખ્યમંત્રીએ વધુ સાત ટાઉન પ્લાનીંગ સ્કીમને મંજુર કરી છે. અમદાવાદને 2 ટ્રાફ્ટ તથા 2 ફાઇનલ અમદાવાદ-મહેસાણા અને ભાવનગરની કુલ ત્રણ પ્રિલિમીનરી પ્લાનને પણ આખરી મંજુરી આપી છે. TP સ્કીમને મંજુરી મળતા સામાજીક અને નબળા વર્ગના રહેઠાણ માટે 88 હજાર 853 ચોરસ મીટર જમીન પ્રાપ્ત થશે.