મુંબઈ શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટના વોન્ટેડની ગુજરાત ATSએ કરી ધરપકડ
Live TV
-
ગુજરાતની આતંકવાદ વિરોધી ટુકડી-એટીએસે રવિવારે રાત્રે મુનાફ હાલારી અબ્દુલ મજીદ ભડકતાની મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. તે પાકિસ્તાની પાસપોર્ટ પર મુંબઈ થઈને દુબઇ જતો હતો. ત્યારે એટીએસ ગુજરાત એસીપી કે. કે. પટેલે માહિતીના આધારે તેને મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક ખાતેથી ઝડપી લીધો હતો. એટીએસે જણાવ્યું હતું કે આરોપી ગૌરાત દરિયાકાંઠેથી હેરોઇનની દાણચોરીના નશીલા કેસમાં વોન્ટેડ હતો. જેમાં 2020 ના જાન્યુઆરીમાં પાંચ પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરી હતી. જેમાં મુનાફનું નામ ખૂલ્યું હતું. મુનાફ હાલારી 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટ કેસમાં પણ મુખ્ય આરોપી છે. મુનાફ હાલારી વર્ષ 1993 ના મુંબઈ સીરીયલ બ્લાસ્ટના મુખ્ય કાવતરું કરનાર ટાઇગર મેમણનો નજીકનો સાથી છે..