LRD ભરતી મુદ્દે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, 1-8-18ના પરિપત્રમાં થશે ફેરફાર
Live TV
-
LRD ભરતીમાં મહિલા અનામત મુદ્દે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય -LRD ભરતીમાં કોઈપણ વિદ્યાર્થીને અન્યાય ન થાય તેની સરકારે આપી ખાતરી- 1-8-18ના પરિપત્રમાં કરાશે ફેરફાર
LRD ભરતીમાં મહિલા અનામત મુદ્દે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. LRDના 1-8-18ના પરિપત્રમાં રાજ્ય સરકાર ફેરફાર કરશે. અને LRD ભરતીમાં કોઈપણ વિદ્યાર્થીને અન્યાય ન થવાની સરકારે ખાતરી આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી ગાંધીનગર ખાતે આ મુદ્દે ચળવળ ચાલી રહી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક અન્ય નિર્ણયમાં રાજ્યના નગરોના સુગ્રથિત વિકાસ માટે પ્રતિબધ્ધતા વ્યક્ત કરી છે.
તેમણે વર્ષ 2020ના પ્રથમ બે માસમાં 8 જેટલી યોજનાઓ મંજુર કરી છે, તથા 2018 અને 2019 ના વર્ષમાં 100 જેટલી નગર રચના યોજનાઓ મંજુર કરીને અભિનવ પહેલ કરી છે. મુખ્યમંત્રીએ વધુ સાત ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજુર કરી છે. અમદાવાદને 2 ટ્રાફ્ટ તથા 2 ફાઇનલ અમદાવાદ-મહેસાણા અને ભાવનગરના કુલ ત્રણ પ્રિલિમીનરી પ્લાનને પણ આખરી મંજુરી આપી છે. TP સ્કીમને મંજુરી મળતા સામાજીક અને નબળા વર્ગના રહેઠાણ માટે 88,853 ચોરસ મીટર જમીન પ્રાપ્ત થશે.