Skip to main content
Settings Settings for Dark

આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો જન્મદિવસ, મહેસાણામાં વિવિધ કાર્યક્રમનું આયોજન

Live TV

X
  • સમર્થકો દ્વારા મહેસાણા અને કડીમાં રક્તદાન શિબિર, આરોગ્યલક્ષી કેમ્પ, વૃક્ષારોપણ સહિતના અનેક સેવાકીય અને જનહીતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

    અપાર લોકચાહના ધરાવતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો આજે જન્મદિવસ છે. રાજકીય રીતે સક્રીય રહેલા નાયબમુખ્યમંત્રી નીતિન પટેલ વિવિધ સેવાકીય પ્રવૃતિ કરતી શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા છે. ત્યારે તેમના સમર્થકો દ્વારા મહેસાણા અને કડીમાં રક્તદાન શિબિર, આરોગ્યલક્ષી કેમ્પ, વૃક્ષારોપણ  સહિતના અનેક સેવાકીય અને જનહીતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજે કડીમાં તેમના હસ્તે ભાગ્યોદય જનરલ હોસ્પિટલને 30 લાખ રૂપિયાની કિંમતની અદ્યતન એમ્બ્યુલન્સનુ લોકાર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત મહેસાણા નગર પાલિકા દ્વારા બનાવાયેલ નવા સિવિક સેન્ટરનું પણ લોકાર્પણ કરાશે. જ્યારે ભાજપ યુવા મોરચા દ્વારા ગોવિંદ માઘવ મંદિરમાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. મહેસાણા, કડી અને વિજાપુરની સેવાભાવી સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ, દર્દીઓને ફળ-ફળાદદી વિતરણ અને વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરવામાં આવશે. વધુમાં પી.એલ.ફાઉન્ડેશન દ્વારા હાડકાના રોગોનો ફ્રી નિદાન કેમ્પનુ આયોજન કર્યું છે.  

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply