આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાઇ કેબિનેટની બેઠક
Live TV
-
ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક ચાલી રહી છે. બેઠકમાં હાલની કોરોનાં સંક્રમણની સ્થિતિ અંગે ચર્ચા થવાની શક્યતા છે.
ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક ચાલી રહી છે. બેઠકમાં હાલની કોરોનાં સંક્રમણની સ્થિતિ અંગે ચર્ચા થવાની શક્યતા છે. આ ઉપરાંત, મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન અને તેની કામગીરી, કોરોનાં વેંક્સિનેશન પ્રોગ્રામ ને ઝડપી બનાવવા ચર્ચા થઈ શકે છે. વધુમાં, કોરોનાં સંક્રમણની સંભવિત ત્રીજી લહેરની તૈયારીઓ સંદર્ભે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા થશે તેમ મનાય છે. આ ઉપરાંત, મંત્રીઓને સૉંપાયેલ પ્રભારી જીલ્લાઓની કોરોનાં સંક્રમણની પરિસ્થિતિ અંગેનો રિપોર્ટ રજુ કરવામાં આવશે.
