Skip to main content
Settings Settings for Dark

આજે રક્ષાબંધન પર્વ પર દ્વારકામાં દર્શન માટે ભક્તો ઉમટ્યા

Live TV

X
  • મંગળા આરતી બાદ સવારે સવા છ વાગે મંદિરનાં દ્વારને ભક્તો માટે ખોલવામાં આવ્યા

    આજે શ્રાવણ માસની પૂનમ અને રક્ષાબંધન જેવો પવિત્ર તહેવાર છે ત્યારે જગત મંદિર દ્વારકામાં આજે વહેલી સવારથી જ ભક્તો દર્શન માટે લાઈનો લાગી હતી. આજે પૂનમ અને શ્રાવણી પર્વના દિવસે દ્વારકાના સુપ્રસિદ્ધ જગત મંદિર દ્વારકાધીશજીની મંગલા આરતી વહેલી છ વાગ્યે રાખવામાં આવી હતી. મંગળા આરતી બાદ સવારે સવા છ વાગે મંદિરનાં દ્વારને ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા. આજે શ્રાવણી પૂનમ અને રક્ષા બંધનના પર્વના કારણે મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે આવ્યા હતા. ભાવિકો અને દર્શનાર્થીઓએ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. શ્રાવણી પૂનમને લઈને આજે જગત મંદિરમાં પોલીસ બંદોબસ્તને વધારવામાં આવ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-11-2024 Max Temp : °C Min Temp : °C
apply