Skip to main content
Settings Settings for Dark

શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ અમરેલીની લીધી મુલાકાત

Live TV

X
  • અમરેલીમાં પૂર્વ કૃષિમંત્રી અને હાલ ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીના નિવાસ્થાને તેમણે રામ મંદિરની જૂની યાદોને વાગોળી

    શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ , અમરેલીની મુલાકાત લીધી હતી. અમરેલીમાં પૂર્વ કૃષિમંત્રી અને હાલ ગુજકોમાસોલના ચેરમેન, દિલીપ સંઘાણીના નિવાસ્થાને તેમણે રામ મંદિરની જૂની યાદોને વાગોળી હતી... ભુપેન્દ્રસિંહ અને દિલીપ સંઘાણી , બન્નેએ રામ મંદિરની કાર સેવામાં ભાગ લીધો હતો... ત્યારે બન્નેએ જ્યાં સુધી અયોધ્યામાં પ્રભુ શ્રી રામનું મંદિર ન બને , ત્યાં સુધી મીઠાઈ નહીં ખાવાની બાધા રાખી હતી. આ ટેક તેમણે વરસો સુધી ટકાવી રાખી... હવે જ્યારે 5 ઓગસ્ટે રામ મંદિરનું ભૂમિપૂજન થવાનું છે , ત્યારે મીઠાઈ ન ખાવાની ટેક બન્નેએ ખોલી હતી...અને જય જય શ્રી રામના નાદ સાથે મીઠાઈ આરોગી હતી...આ પ્રસંગે અમરેલીના સાંસદ નારાયણ કાછડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા...

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-11-2024 Max Temp : °C Min Temp : °C
apply