આજે વર્લ્ડ હાર્ટ ડેઃ હેપ્પી હાર્ટ સપોર્ટ ગ્રુપ દ્વારા અમદાવાદમાં રેલી-સેમિનારનું આયોજન
Live TV
-
આજે વર્લ્ડ હાર્ટ ડે છે. વિશ્વ હૃદય દિવસ તરીકે સમગ્ર વિશ્વ આજના દિવસને મનાવે છે. અમદાવાદમાં પણ આજના દિવસે હેપ્પી હાર્ટ સપોર્ટ ગ્રૂપ અને કાર્ડીયો યુનોપ્લસ સદ વિચાર પરિવારના સંયુક્ત ઉપક્રમે યોગ, સેમિનાર અને રેલી યોજાઈ હતી. હેપ્પી હાર્ટ સપોર્ટ ગ્રૂપ દ્વારા છેલ્લાં 19 વર્ષમાં લોકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ ઘટે અને જાગૃતિ આવે તે માટે વિશ્વ હૃદય દિવસે યોગ સેમિનાર અને રેલીનું આયોજન કરવામાં આવે છે.
આજે યોજાયેલી રેલી અને યોગમાં મોટી સંખ્યામાં યુવાનો સહિત લોકો જોડાયા હતા. આ પ્રસંગે સોમનાથ મંદિરના ટ્રસ્ટી પી. કે. લહેરીએ જણાવ્યું હતુ કે, યુવાનોએ ખાન, પાનમાં ધ્યાન રાખવુ જોઈએ તો જાણીતા કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટર શૈલેષ દેસાઈએ જણાવ્યું હતું કે, 25થી 35 વર્ષના યુવાનોએ યોગ અને કસરત નિયમિત કરવા જોઈએ.