આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ૪૯મો યુવા મહોત્સવ CM આપશે હાજરી
Live TV
-
યુવક મહોત્સવમાં આ વખતે નારી સશક્તિકરણ, બેટી બચાવો અને બેટી પઢાવો થીમ ઉપર લેખન,સ્તકલા અને નાટય સ્પર્ધા
આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૪૯મા યુવા મહોત્સવમાં હાજરી આપશે..ઇન્દ્રધનુષ-2019નું અને ટેબ્લેટ વિતરણનું મુખ્યમંત્રી હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવનાર છે અને ત્યારબાદ યુપીએસસી કોચિંગ સેન્ટર, સીસીડીસીની અદ્યતન લાઇબ્રેરીનું લોકાર્પણ અને આંકડાશાસ્ત્ર ભવનના રાષ્ટ્રીય પરિસંવાદનું ઉદ્દઘાટન તથા એલ્યુમીની એસોસિએશનની વેબસાઇટનું ડિજિટલ લોન્ચિંગ વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવશે. ધો.12 પાસ કરી કોલેજમાં પ્રવેશ કરનારા 36694 વિદ્યાર્થીઓને રૂ.1 હજારના ટોકન દરે રૂ.14500ના દરના 4જી ટેબલેટ વિતરણ કરાશે.યુવક મહોત્સવના ઉદ્દઘાટન કાર્યક્રમમાં તરણેતર મેળાના ગ્રૂપ દ્વારા પ્રાચીન રાસ, ચેતન જેઠવા ગ્રૂપ દ્વારા સામૂહિક નૃત્ય ગરબા અને મંથન જોશી દ્વારા સંગીતની સૂરાવલીની પ્રસ્તુતિ કરાશે. આ કાર્યક્રમના સ્થળે મુખ્યમંત્રી વિજય રૂપાણીને એનસીસી કેડેટસ દ્વારા ગાર્ડ ઓફ ઓનરની સલામી અપવામાં આવશે. તેમજ આ પ્રસંગે સાંસદ મોહનભાઇ કુંડારિયા પણ ઉપસ્થિત રહેશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજથી ત્રિદિવસીય યુવા મહોત્સવ શરૂ થઈ રહ્યો છે..અને તેમાં ૩૦૦૦ આસપાસ સ્પર્ધકો ભાગ લે તેવી શકયતા છે. મુખ્યમંત્રી રૂપાણી યુવા મહોત્સવને ખુલ્લો મૂકવાના હોવાથી યુનિવર્સિટી સતાધિશો વધુ સ્પર્ધકો હાજર રહે તેમજ વધુ કોલેજોમાંથી વિદ્યાર્થીઓ અને અધ્યાપકો મોટી સંખ્યામાં હાજરી આપશે..આ યુવા મહોત્સવમાં બેટી બચાવો બેટી પઢાવોની થીમ રાખવામાં આવી છે..લઘુ નાટક, એકાંકી, મૂક અભિનય, કાર્ટુનિંગ, પોસ્ટર મેકીંગમાં થીમ આધારીત વિષયો પર વિદ્યાર્થીઓ પ્રસ્તુતિ કરશે..યુવા મહોત્સવમાં ભાગ લેનાર વિજેતાઓને રોકડ પુરસ્કાર પણ આપવામાં આવશે..