Skip to main content
Settings Settings for Dark

ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યમાં મેઘાવી માહોલ,ઉ.ગુજરાતમાં સાંબેલાધાર

Live TV

X
  • અરવલ્લી જિલ્લાના મોડાસા, ભિલોડા તેમજ માલપુર પંથકમાં ભારે વરસાદ વરસ્યો હતો

    ભારે વરસાદની આગાહીને પગલે સૌરાષ્ટ્ર , ઉત્તર અને દક્ષિણ ગુજરાત માં મેઘાવી માહોલ જામ્યો છે. અમદાવાદમાં પણ છેલ્લા બે દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. જેથી શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. અરવલ્લી જિલ્લાના મોડાસા, ભિલોડા તેમજ માલપુર પંથકમાં ભારે વરસાદ વરસ્યો હતો. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ભિલોડાની હાથમતી અને બુઠેલી નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી. ભાદરવા મહિનાના અંતમાં ભારે વરસાદને પગલે ભિલોડા તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.ભિલોડામાં પણ એક કલાકમાં 2 ઈંચ વરસાદ વરસ્યો હતો. વરસાદને લઈ ભિલોડા નગરના રસ્તાઓ નદીઓ બન્યા હતા. યાત્રાધામ અંબાજીમાં 4 ઇંચ વરસાદના પગલે તેલિયા નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે.એટલું જ નહીં અંબાજીથી 10 કિલોમીટર દૂર સુરપગલા ગામે કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.તો ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ગીર સહિત જંગલ વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના પગલે હિરણ-2 ડેમના 3 દરવાજા 0.60 મીટર ખોલવામાં આવ્યા છે. હિરણ ડેમના દરવાજા ખોલાતા નિચાણવાળા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા છે. મહત્વનું છે કે આ વર્ષે હિરણ ડેમના દરવાજા સતત પાંચમી વખત ખોલવામાં આવ્યા છે. ત્રણ મહીના તનતોડ મહેનત કરી ખેડૂતોએ મગફળી,બાજરી અને કપાસનાં પાકને ઉછેર્યો અને આ પાક હવે લણવાની તૈયારીમાં છે ત્યારે જ વરસાદ સતત ખાબકી રહ્યો છે. ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે.મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક વરસાદના પગલે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. તો ખેડૂતોના ઉભા પાક બાજરી, કપાસ, તલ માં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-03-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-03-2025 Max Temp : °C Min Temp : °C
    • 22-03-2025 Max Temp : °C Min Temp : °C
    • 23-03-2025 Max Temp : °C Min Temp : °C
    • 24-03-2025 Max Temp : °C Min Temp : °C
    • 25-03-2025 Max Temp : °C Min Temp : °C
apply