જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન દ્વારા આયોજિત કાર્યક્રમમાં CMની પ્રેરક ઉપસ્થિતિ
Live TV
-
મુખ્યમંત્રી જીતોના નવનિયુક્ત પ્રમુખ અને વ્યવસ્થાપકગણની શપથવિધીના બન્યા સાક્ષી
અમદાવાદ ખાતે જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન દ્વારા આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા. તેઓ જીતોના નવનિયુક્ત પ્રમુખ અને વ્યવસ્થાપકગણની શપથવિધીના સાક્ષી બન્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, હોદ્દો અને જવાબદારીમાં તફાવત હોય છે. હોદ્દો સ્વીકારનાર પ્રતિષ્ઠા ઝંખે છે જ્યારે જવાબદારી સ્વીકારનાર વ્યક્તિ સેવાની તક શોધે છે. તેમણે કહ્યું કે, સાંપ્રત સમયમાં વ્યક્તિ પૈસા અને પ્રતિષ્ઠાના સુખ પાછળ આંધળી દોઢ મૂકી રહ્યો છે. ઘણીવાર ધનસંપન્ન થયા બાદ વ્યક્તિમાં માન પ્રતિષ્ઠાની ઘેલછા ઉત્પન્ન થતી હોય છે. પરંતુ એક સાચો સમાજ સેવક સમાજસેવી, સંગઠન હોદ્દેદાર પોતાને મળેલ પદવીને ઉત્તરદાયિત્વ સમજી પોતાને મળેલ પ્રતિષ્ઠાને પરીક્ષા સમજી સમાજ સેવાના કાર્યમાં જાતને ખપાવી દેતો હોય છે