ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના હસ્તે અતિ આધુનિક જનસેવા કેન્દ્રનું લોકાર્પણ
Live TV
-
સબ રજીસ્ટ્રાર કચેરી, પોષણસેવા, તેમજ ઓપન હાઉસ જેવી વિવિઘ સુવિધાઓ નાગરિકોને મળશે એકજ સ્થળે
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર જિલ્લા સેવા સદનમાં વિવિધ આયામોનું લોકાર્પણ કર્યુ હતુ. ગાંધીનગર જિલ્લાના નાગરીકોને વધુ સારી અને ઝડપી સુવિધા મળી રહે તે હેતુથી મુખ્યમંત્રી દ્વારા એરકંડીશન સુવિધા કેન્દ્ર, આધુનિક જનસેવા કેન્દ્ર, સબ રજીસ્ટ્રાર કચેરી, પોષણસેવા, હેલો SOS અને તીર્થદર્શન તેમજ ઓપન હાઉસનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે મહેસુલી મંત્રી કૌશિક પટેલ, ગાંધીનગર જિલ્લા કલેક્ટર એસ.કે લાંઘા, મેયર બિજલબેન અને મ્યુનિસિપાલ કમિશ્નર સહિતના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.