Skip to main content
Settings Settings for Dark

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મહેસાણાના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરાયું

Live TV

X
  • આઝાદીના 75 ની દેશભરમાં ઉજવણી થઇ રહી છે. જે અંતર્ગત વર્ષ દરમિયાન આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે મહેસાણા જિલ્લામાં પણ આઝાદી કા અમૃત મહોત્સવની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. મહેસાણા જિલ્લા કલેકટર અને વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે વિધાર્થીઓ માટે શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. 
    આ શૈક્ષણિક પ્રવાસમાં મહેસાણા સહિત અન્ય જિલ્લાના વિદ્યાર્થીઓને વડનગરના જોવાલાયક અને ઐતિહાસિક સ્થળોનો પ્રવાસ કરાવવામાં આવ્યો હતો. આ અંગે જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, વડનગરની ધરોહરનું ઐતિહાસિક મહત્વ ઘણું છે. ત્યારે સૌ કોઈ આ અંગે જાણે અને આ ઐતિહાસિક ગૌરવથી માહિતગાર બને તે માટે જુદા જુદા જિલ્લાના વિદ્યાર્થીઓ માટે વડનગરમાં શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
apply