Skip to main content
Settings Settings for Dark

આણંદ કૃષિ યુનિ. ને મળી અત્યાધુનિક લેબ સહિત પેસ્ટીસાઈડ વાન 

Live TV

X
  • આણંદ કૃષિ યુનિવર્સિટીને રાજય સરકાર દ્વારા પેસ્ટીસાઇડ રેસીડયૂ લેબોરેટરી એટલે કે, સેમ્પલીંગ વાન ફાળવવામાં આવી છે. જે ખેતી પાકોમાં પેસ્ટીસાઇડઝનું પ્રમાણ ચકાસતી સમગ્ર રાજયમાં એકમાત્ર અત્યાધુનિક લેબ સહિતની સેમ્પલીંગ વાન છે. 

    આ સેમ્પલીંગ વાન દ્વારા શાકભાજી, ફળો સહિતના ખેતી પાકોમાં વપરાતા જંતુનાશક દવાઓના છંટકાવના પ્રમાણ અંગે ખેતરમાં જ ચકાસણી કરીને ખેડૂતોને ત્વરિત રિપોર્ટ આપે છે. આ સેમ્પલીંગમાં મરી-મસાલા, વિવિધ અનાજમાં જંતુનાશક દવા છંટકાવની મર્યાદા કેટલી માત્રામાં હોય છે તે પણ નકકી કરે છે. ખાસ કરીને યુરોપિયન દેશોમાં ઉપયોગમાં લેવાતી સીસ્ટમનો ઉપયોગ આ સેમ્પલીંગ વાન દ્વારા કરવામાં આવે છે. 

    મહત્વપૂર્ણ છે કે, આણંદ કૃષિ યુનિવર્સિટી સ્થિત આ સેમ્પલીંગ વાનમાં રાજય તથા દેશના અન્ય વિસ્તારોમાંથી પણ જુદા જુદા શાકભાજી, ફળ અને અનાજના સેમ્પલ પેસ્ટીસાઇડના પ્રમાણની જાણકારી માટે આવી રહ્યા છે. અહીંથી એક માસમાં ૩૦૦થી વધુ સેમ્પલો મળે છે અને તમામનું પૃથક્કરણ કરવામાં આવે છે. હાલ સમગ્ર દેશમાં આ પ્રકારની ૩ર સેમ્પલીંગ વાન કાર્યરત છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2024 Max Temp : °C Min Temp : °C
apply