ઇન્ફ્રાસ્ટ્રકચરના યોગદાનને સીએમ રૂપાણીએ અતિમહત્વનું ગણાવ્યુ
Live TV
-
ગુજરાત ટેક્સટાઇલ પોલિસી 2012 પૂર્ણ થતાં ટૂંક સમયમાં નવી પોલિસીની જાહેરાત ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં રાજ્યની ટેક્સટાઇલ પોલિસી સંદર્ભે ગાંધીનગરમાં એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ ગઈ. ઊર્જા મંત્રી સૌરભભાઈ પટેલ, મુખ્ય સચિવ જે. એન.સિંહ તેમજ નાણાં વિભાગના એ.સી.એસ. અરવિંદ અગ્રવાલ સહિત ટેક્સટાઇલ ઉદ્યોગના અગ્રણીઓ આ બેઠકમાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, ફાર્મ ટૂ ફાઇબર ટૂ ફેબ્રીક ટૂ ફોરેઇનના ધ્યેય સાથે ગુજરાત ટેક્સટાઇલ પોલીસી 2012ની શરૂઆત રૂપિયા 20 હજાર કરોડના રોકાણ સાથે કરવામાં આવી હતી. આ પોલીસી હેઠળ ગ્રામ્ય વિસ્તારની પચાસ ટકા કરતાં વધુ બહેનોને રોજગારી મળી હતી. રાજ્ય સરકારે એ સમયે જાહેર કરેલી પોલીસીને ઘણી સફળતા મળી હતી. પાંચ વર્ષની આ ટેક્સટાઇલ પોલીસી હવે પૂર્ણ થઈ છે. ગુજરાતના અનેક વેપારીઓ, બેરોજગાર તથા ગ્રામ્ય વિસ્તારની રોજીરોટી રળનારી બહેનોના વિકાસ, સ્વામિભાનને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં એટલે કે આગામી વાયબ્રન્ટ સમિટ અગાઉ નવી પોલિસીની જાહેરાત કરવામાં આવશે.
