એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થવાથી સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા
Live TV
-
હવામાન વિભાગે 22 જુલાઈ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં એક સાથે 4-4 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાને કારણે ભારે પવન સાથે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. ત્રણ દિવસ સુધી ભારે વરસાદની સંભાવનાને કારણે દક્ષિણ ગુજરાતમાં માછીમારોને દરિયો ખેડવા પર મનાઈ ફરમાવવામાં આવી છે.

હવામાન વિભાગે રાજ્યમાં 19 થી 22 જુલાઈ દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે ભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસથી વાવાઝોડા અને પાણીના કારણે માછીમારોને દરિયા તરફ ન જવા ચેતવણી આપવામાં આવી છે. આ વિસ્તારમાં વીજળી અને ગાજવીજ સાથે જોરદાર પવન ફૂંકાશે. પવનની ઝડપ 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાક હોઈ શકે છે. હવામાન વિભાગે ચેતવણી જાહાર કરીને કહ્યું છે કે પવનની ઝડપ મહત્તમ 65 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહી શકે છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિકના જણાવ્યા મુજબ ગુજરાત ઉપર એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થઈ છે. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં સાયક્લોનિક સરક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે, ગુજરાતથી ઉત્તર કેરળ સુધી ઓફ શોર્ટ ટ્રફ અને શીયર ઝોન સિસ્ટમ સક્રિય છે. તે સાયક્લોનિક સર્ક્યુલેશન અને ઓફ શોર્ટ ટ્રફને કારણે પ્રભાવિત થઈ રહી છે. જેના કારણે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે.
રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. આમ છતાં રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 6 ટકા વરસાદની ઘટ છે. 1 જૂન, 2024 થી 18 જુલાઈ, 2024 સુધીમાં સરેરાશ વરસાદ 255 મીમી છે, પરંતુ આ વર્ષે અત્યાર સુધીમાં 240 મીમી વરસાદ થયો છે. એટલે કે લગભગ 6 ટકા ઓછો વરસાદ છે.