Skip to main content
Settings Settings for Dark

પોરબંદરમાં ભારે વરસાદના કારણે રેલવે વ્યવહારને થઇ અસર ,3 ટ્રેન કરાઇ રદ

Live TV

X
  • પોરબંદર-કાનાલુસ સેક્શનમાં ભારે વરસાદને કારણે પાણી ભરાવાના કારણે પોરબંદરથી દોડતી ટ્રેનોને અસર થઇ છે.અત્યાર સુધી ત્રણ ટ્રેનને રદ કરવામાં આવી છે.

    પોરબંદર-કાનાલુસ સેક્શનમાં ભારે વરસાદને કારણે પાણી ભરાવાના કારણે પોરબંદરથી દોડતી ટ્રેનોને અસર થઇ છે.અત્યાર સુધી ત્રણ ટ્રેનને રદ કરવામાં આવી છે.

    સંપૂર્ણપણે રદ ટ્રેનો

     ટ્રેન નંબર 09550/09549 પોરબંદર-ભાણવડ-પોરબંદર ટ્રેનો 19.07.2024 ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે. ટ્રેન નંબર 09565/09568 પોરબંદર-ભાવનગર-પોરબંદર ટ્રેનો 19.07.2024 ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે. ટ્રેન નંબર 09516/09515 પોરબંદર-કાનાલુસ-પોરબંદર ટ્રેનો 19.07.2024ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે.

    વેસ્ટર્ન રેલવે ભાવનગર ડિવિઝનના પોરબંદર-કાનલુસ સેક્શનમાં ભારે વરસાદ અને પાણી ભરાવાના કારણે પોરબંદર સ્ટેશનથી દોડતી અને પોરબંદર સ્ટેશન જતી ટ્રેનોને અસર થઈ છે, જેના પગેલ કેટલીટ ટ્રેન રીશીડ્યુલ કરવામાં આવી છે 

    રીશેડ્યુલ કરેલ ટ્રેનો

    ટ્રેન નંબર 12949 પોરબંદર-સાંતરાગાછી સુપરફાસ્ટ ટ્રેન 19.07.2024ના રોજ તેના નિર્ધારિત સમય  સવારે 9.10 વાગ્યાના બદલે 6 કલાક મોડી એટલે કે 15.10 કલાકે ઉપડશે. ટ્રેન નંબર 19119 ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ ટ્રેન 19.07.2024 ના રોજ તેના નિર્ધારિત સમય 10.30 કલાકને બદલે ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી 11.30 કલાકે ઉપડશે.

    ભારે વરસાદના પગલે કેટલીક ટ્રેનોના રૂટ ટુંકાવવામાં આવ્યા છે તો કેટલીક ટ્રેન આંશીક રદ કરવાની ફરજ પડી છે 

    શોર્ટ ટર્મિનેટ/શોર્ટ ઓરિજિનેટ/આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો

     ટ્રેન નંબર 19571 રાજકોટ-પોરબંદર એક્સપ્રેસ ટ્રેન 19.07.2024 ના રોજ જેતલસર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. આમ આ ટ્રેન જેતલસર-પોરબંદર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર 19572 પોરબંદર-રાજકોટ એક્સપ્રેસ ટ્રેન 19.07.2024 ના રોજ પોરબંદરને બદલે જેતલસર સ્ટેશનથી ચાલશે. આમ આ ટ્રેન પોરબંદર-જેતલસર વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર 20938 દિલ્હી સરાઈ રોહિલ્લા-પોરબંદર એક્સપ્રેસ ટ્રેન 19.07.2024 ના રોજ ભાણવડ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે.

    આ ટ્રેનોના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ વધુ માહિતિ મેળવી શકશે 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-11-2024 Max Temp : °C Min Temp : °C
apply