જૂનાગઢમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ, જનજીવન અસ્તવ્યસ્ત
Live TV
-
ગુજરાતના જૂનાગઢમાં શુક્રવાર સવારથી પડી રહેલા ભારે વરસાદને કારણે દામોદર કુંડમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સોનરખ નદીમાં આવેલા પુરના કારણે દામોદર કુંડની સ્થિતિ દયનીય બની છે તથા તેની આસપાસના વિસ્તારોમાં જનજીવન ઠપ થઈ ગયું છે. સતત વરસાદને કારણે વધારે પાણી ભરાવવાની શક્યતા છે જેના પગલે પરિસ્થિતિ વધુ વણસી શકે છે.
ગુજરાતના જૂનાગઢમાં શુક્રવાર સવારથી પડી રહેલા ભારે વરસાદને કારણે દામોદર કુંડમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સોનરખ નદીમાં આવેલા પુરના કારણે દામોદર કુંડની સ્થિતિ દયનીય બની છે તથા તેની આસપાસના વિસ્તારોમાં જનજીવન ઠપ થઈ ગયું છે. સતત વરસાદને કારણે વધારે પાણી ભરાવવાની શક્યતા છે જેના પગલે પરિસ્થિતિ વધુ વણસી શકે છે.જૂનાગઢમાં શુક્રવાર સવારથી વરસી રહેલા ધોધમાર વરસાદ પગલે સમગ્ર જિલ્લામાં પાણી ભરાઈ જવાથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હવામાન વિભાગે સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારમાં 22 જુલાઈ સુધી વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
ચોમાસાના કારણે સમગ્ર રાજ્યમાં કેટલાય દિવસોથી અવાર-નવાર વરસાદ પડી રહ્યો છે જુનાગઢમાં વરસેલા વરદાના કારણે સોનરખ નદીમાં ઘોડાપુર આવ્યુ છે. છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદને કારણે સમગ્ર દામોદર કુંડ પાણીમાં તરબોર થઇ ગયો છે. આ જળબંબાકારના કારણે સમગ્ર વિસ્તારમાં કારણે જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું હતું.આ ઉપરાંત જિલ્લાના માળિયા હાટીન તાલુકા વિસ્તારમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. માળીયા હાટીન તાલુકામાં આવેલ સિદ્ધેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ પાંચ ફુટ ઉંચા શિવલીંગ પાસે અનેક ફુટ સુધી પાણી ભરાયા હતા.
તેમજ ભાખરવાડ ડેમ ઓવરફ્લો થતાં છેવાડાના ગામોમાં ચેતવણી જારી કરવામાં આવી છે. ઘણા હાઇવે બંધ કરી દેવામાં આવ્યા છે.સવારથી પડેલા ભારે વરસાદને કારણે સમગ્ર જિલ્લામાં જળબંબાકાર અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. લોકોને ઘરોમાં રહેવાની ફરજ પડી છે.શુક્રવારે સવારથી સવારે 10 વાગ્યા સુધીમાં જિલ્લાના વંથલીમાં પાંચ ઈંચ, જૂનાગઢ શહેરમાં ત્રણ ઈંચ, ભેસાણમાં અઢી ઈંચ, મેંદરડામાં ત્રણ ઈંચ, કેશોદમાં પાંચ ઈંચ, માંગરોળમાં એક ઈંચ, બે ઈંચ વરસાદ ખાબક્યો છે. માળીયા માં. બે ઇંચ વરસાદ વરસ્યો હતો