Skip to main content
Settings Settings for Dark

ચાંદીપુરા વાયરસને લઈને અરવલ્લી આરોગ્ય વિભાગ સતર્ક, 30 જેટલા ગ્રામ્ય વિસ્તારમાં કરાયો દવાનો છંટકાવ

Live TV

X
  • ચાંદીપુરા વાયરસના પગલે અરવલ્લીમાં આરોગ્ય ટીમે ગ્રામ્ય વિસ્તારોમાં દવાના છંટકાવની કામગીરી શરૂ કરી છે, જેનાથી રોગને ફેલાતો બચાવી શકાય.

    અરવલ્લી: સમગ્ર રાજ્યમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ વાયરસે પગપેસારો કર્યો છે, જેમાં અત્યાર સુધી ત્રણ બાળકોના મૃત્યુ થયા છે. આ ઉપરાંત એક બાળકનો સીરમ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સીમાવર્તી ગામડાઓમાં કામગીરી હાથ ધરવામાં આવી છે. સાથે જ અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે. ભિલોડા અને મેઘરાજ તાલુકાના સીમાવર્તી વિસ્તારોના 30 જેટલા ગ્રામ્ય વિસ્તારોને આવરી લઈને દવાના છંટકાવની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ સાથે જ આવા વિસ્તારોમાં બાળકોએ કેવી રીતે ચાંદીપુરમ વાયરસથી બચી શકાય તે અંગે જિલ્લા આરોગ્ય અધિકારીએ જરૂરી માહિતી પૂરી પાડી હતી. 

    અત્યાર સુધી 33 શંકાસ્પદ કેસ નોંધાયા

    હાલ રાજ્યમાં કુલ 14 જીલ્લામાં 33 શંકાસ્પદ કેસ નોંધાઈ ચુક્યા છે, જેમાં 16 બાળકોના મૃત્યુ નીપજ્યા છે. આ વાયરસના 7 સેમ્પલનું પરિક્ષણઆવ્યું છે, જેમાં 6 નેગેટીવ અને રાજ્યમાં માત્ર એક જ ચાંદીપુરા વાયરસનો પોઝીટીવ કેસ મળી આવ્યો છે. જો જીલ્લા મુજબ જોવા જઈએ તો સૌથી વધુ સાબરકાંઠામાં 7, અરવલ્લીમાં 4, ગાંધીનગર અને મોરબીમાં 3, મહેસાણા-રાજકોટ-પંચમહાલ-જામનગરમાં 2 કેસ તો મહીસાગર-સુરેન્દ્રનગર- ખેડામાં એક શંકાસ્પદ કેસ નોંધાયો છે. 

    આ ઉપરાંત,  વાયરસ અંગે તમામ જરૂરી માહિતી તેમજ પ્રાથમિક તારણ અને નિદાન માટે રાજ્ય સરકાર દ્વારા 104 નંબરની હેલ્પલાઇન સેવા શરુ કરવામાં આવી છે. સાથે જ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં પણ આ વાયરસ અંગે વિદ્યાર્થીઓને શાળા દ્વારા માહિતી આપવામાં આવી છે. અત્યાર સુધી આ વાયરસના પરિક્ષણ માટે સેમ્પલ પુના મોકલવામાં આવતા હતા.  પરંતુ રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગરમાં આવેલ 'ગુજરાત બાયોટેકનોલોજી રીસર્ચ સેન્ટર'માં જ નમૂનાઓનું પરિક્ષણ કરવામાં આવશે. જેથી પરિણામ ઝડપથી મેળવી શકાય. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-11-2024 Max Temp : °C Min Temp : °C
apply