કચ્છઃ નખત્રાણાના રામપરગામના લોકોની જળસંચાય માટે ચાર વર્ષથી "જળક્રાંતિ"
Live TV
-
કચ્છ જીલ્લામાં અનિયમિત ઓછો કે વધુ વરસાદ પડવાને કારણે પાણીની સમસ્યા વિકટ બનતી જાય છે. આ તમામ મુશ્કેલીઓ વચ્ચે કચ્છના નખત્રાણા તાલુકાના રામપરગામના લોકોએ જળસંચયનું અભિયાન 4 વર્ષથી શરુ કર્યું છે.
કચ્છ જીલ્લામાં અનિયમિત ઓછો કે વધુ વરસાદ પડવાને કારણે પાણીની સમસ્યા વિકટ બનતી જાય છે. આ તમામ મુશ્કેલીઓ વચ્ચે કચ્છના નખત્રાણા તાલુકાના રામપરગામના લોકોએ જળસંચયનું અભિયાન 4 વર્ષથી શરુ કર્યું છે.
રામપરગામના લોકોએ સરકારની કોઇપણ જાતની મદદ વગર ગ્રામજનો દ્વારા ગામમાં ચેકડેમ બાંધવામાં આવ્યા છે. આ સાથે જ ગત વર્ષે વરસાદી પાણીને જુના કુવા અને બોરમાં ઠાલવવા માટેની વ્યવસ્થા ઉભી કરી છે. ગ્રામજનો દ્વારા શરુ કરવામાં આવેલા જળક્રાંતિ અભિયાનને ખુબજ સારી સફળતા મળી છે. રામપર (સરવા) ગામના ગ્રામ્યજનો દ્વારા છેલ્લા ચાર વર્ષ દરમિયાન ગામના સીમાડામાં 25 જેટલા તળાવ અને ડેમનું સ્વખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે. સાથે સાથે પાણીનો વધુ ને વધુ જળસંગ્રહ થાય તે માટે સમયાંતરે તળાવોને ઊંડા ઉતારવાનું કાર્ય પણ પૂર જોશમાં કરવામાં આવી રહ્યા છે.
ગામને હરિયાળું બનાવવા ગામના તમામ ખેડૂતો, ગૌસેવા સમિતિ, સરપંચ તેમજ અન્ય અગ્રણીઓ જહેમત ઊઠાવી રહ્યા છે. બહારના શહેરોમાં વસતા અને મૂળ ગામના સ્વજનો આ જળ સંગ્રહ અભિયાન માટે આર્થિક સહયોગ આપી રહ્યા છે.