મહિસાગરઃ નિવૃત શિક્ષકે વિવિધ શાકભાજીની ખેતી કરીને મેળવી વધુ આવક અને અન્ય ખેડૂતોને પ્રેરિત કર્યા
Live TV
-
શાકભાજીના પાકોમાં આધુનિક ખેતીની પદ્ધતિ અપનાવવામાં આવે તો ટૂંકા ગાળામાં ઉંચી ગુણવત્તા સાથે વધુ ઉત્પાદન અને સાથે વધારે આવક પણ મેળવી શકાય છે.
મહિસાગર જિલ્લાના વીરપુર તાલુકાના રતનકૂવા ગામના પ્રગતિશીલ ખેડૂત અને નિવૃત શિક્ષક જસુભાઇ પટેલ હાલ આધુનિક ખેતી પદ્ધતિ દ્વારા વિવિધ શાકભાજીની ખેતી કરી છે. જસુભાઇ પટેલ જમીનમાં બાગાયત વિભાગનું માર્ગદર્શન મેળવીને આધુનિક ખેત પધ્ધતિ અપનાવી મૂલ્યવર્ધિત વિવિધ શાકભાજીની ખેતી કરી રહ્યા છે. જસુભાઈએ હાલ પોતાના ખેતરમાં દૂધીની ખેતી કરી છે. દૂધીના વાવેતરમાં જસુભાઈને સારું ઉત્પાદન મળી રહ્યુ છે.
શિક્ષક તરીકે નિવૃત્ત થયા બાદ જસુભાઈ તડબૂચ, ફ્લાવર, કોબીજ, ટામેટા, કારેલાં વગરે ફળ શાકભાજીની ખેતી કરી વધુ ઉત્પાદન સાથે વધુ આવક મેળવે છે. જસુભાઇ ખેડૂત કલ્યાણલક્ષી વિવિધ પ્રોત્સાહક યોજનાઓ માટે સરકારનો આભાર માની રહ્યા છે. જસુભાઈની આ ધગશ અને મહેનતથી આજુબાજુના ખેડૂતો પણ પ્રેરિત થયા છે.
