સુરેન્દ્રનગરઃ સરોડી પ્રા. શાળાને બેસ્ટ ગાર્ડન કેમ્પસનો એવોર્ડ મળ્યો, શાળામાં વિદ્યાર્થીઓ કરતાં વૃક્ષો વધુ
Live TV
-
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન તરફથી ગુજરાતની જુદી-જુદી શાળાઓના ગાર્ડનની વિગતો મંગાવાઈ હતી. આ યાદીમાંથી ગુજરાતની 5 શાળાઓને બેસ્ટ ગાર્ડન કેમ્પસ એવોર્ડ એનાયત કરાયો છે.
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન તરફથી સુરેન્દ્રનગર જિલ્લાની થાનગઢના સરોડીની પ્રાથમિક શાળાની પસંદગી થતા બેસ્ટ ગાર્ડન કેમ્પસ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ શાળામાં વિદ્યાર્થીઓ કરતા વૃક્ષોની સંખ્યા વધારે જોવા મળે છે. 8 વિઘા જમીનમાં પથરાયેલી આ શાળાના પ્રાંગણમાં ઔષધિ, ફળ, ફૂલ, શાકભાજી મળીને 1500થી 2000 જેટલા વૃક્ષો છે. આ શાળામાં બાળકોની સંખ્યા 450 છે. આમ વિદ્યાર્થી કરતા ત્રણ ગણી વૃક્ષોની સંખ્યા છે. સિરોડી પ્રાથમિક શાળામાં બાળકોને વૃક્ષારોપણ માટે પ્રેરવા રોપા આપી ઉછેર કરવા અપીલ પણ કરાય છે. અહીં સતત વૃક્ષોની સંખ્યા વધતા ઉનાળામાં ગરમીમાં બહાર 43 થી 44 ડિગ્રી હોય ત્યારે શાળામાં 37 થી 38 ડિગ્રી જેટલું તાપમાન રહેતું હોવાનો સ્પષ્ટ ફરક પણ જોવા મળે છે.
ઈન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચર એજ્યુકેશનના અને IIT ગાંધીનગર SASCWના અધિકારીઓ તરફથી સમગ્ર ગુજરાત ભરની કુલ 180 શાળાઓમાંથી વિગતો મગાવી 5 શાળાની બેસ્ટ ગાર્ડન એવોર્ડ માટે પસંદગી કરવાની હતી. આ 5 શાળાઓમાં સિરોડી પ્રાથમિક શાળાની પસંદગી થતાં શાળાના શિક્ષક સ્ટાફ, ગામ લોકો અને વિદ્યાર્થીઓમાં આનંદનો માહોલ છે.
આ અંગે શાળાના આચાર્ય કેતનભાઈ ગદાણીએ જણાવ્યું હતું કે, અમને ગાર્ડન બનાવવાનો વિચાર આવ્યો હતો જેમાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ તરફથી પ્રોત્સાહન મળ્યુ અને શાળાના સ્ટાફનો સહકાર મળતા વૃક્ષારોપણ શરૂ કર્યું હતું. આ ગાર્ડનમાં ઔષધી બાગમાં અરડૂસી, અશ્વગંધા, પર્સટતી, ગિલોય, એલોવીરા, તુલસી, મિન્ટ, શતાવરી, અજમો, ડમરૂ જેવા વિવિધ ઔષધિઓ પણ વાવી છે. કિચન ગાર્ડનમાં કોબી, ફુલાવર, ટમેટા, રિંગણ જેવા વિવિધ શાકભાજીનું વાવેતર કરાયું છે. શબરીની ઝૂંપડી, પંપા સરોવર, અને વાંસના વિવિધ આકર્ષક ગેટ પણ બનાવાયા છે. આ ગાર્ડનમાં વેસ્ટમાંથી બેસ્ટ શુશોભન કરાયું છે.
જાય છે
