મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને જિ. કલેકટરો,જિ. વિકાસ અધિકારીઓની સંયુકત પરિષદ યોજાઈ
Live TV
-
ગાંધીનગરમાં મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓની સંયુક્ત પરિષદ મળી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, મહેસૂલ મંત્રી કૌશિક પટેલ અને પંચાયત રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમાર આ પરિષદમાં ઉપસ્થિત રહ્યા હતા. કોવિડ-19ના કપરા કાળમાં દિવસ-રાત કાર્યરત રહીને કોરોના સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે અધિકારીઓની કર્તવ્યનિષ્ઠાને મુખ્યમંત્રીએ અભિનંદન પણ પાઠવ્યા હતા. CM વિજય રૂપાણીએ લોકશાહીમાં બંધારણ નિહિત ફરજોના આધારે લોકસેવક તરીકેની મળેલી જવાબદારી નિષ્ઠા-ઇમાનદારીથી નિભાવીને લોકોની અપેક્ષા-આકાંક્ષા સંતોષવાનું દાયિત્વ અદા કરવા આહ્વાન કર્યું.
CM રૂપાણીએ કહ્યું કે, જિલ્લા તંત્રના વડા તરીકે તમારું પરફોર્મન્સ અને ડિલિવરીઝના આધાર ઉપર પ્રજા માનસમાં સુશાસનની સરકારી છબી પરસેપ્શન બને છે. મુખ્યમંત્રીએ કોરોનાના કપરાકાળમાં સંક્રમણ નિયંત્રણની કામગીરી શ્રેષ્ઠતાપૂર્વક બજાવવા માટે અભિનંદન પણ પાઠવ્યા. આ સંયુક્ત પરિષદમાં નાયબ મુખ્યમંત્રી, મહેસૂલ મંત્રી તથા પંચાયત રાજ્યમંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા.
