કચ્છના નલિયા દુષ્કર્મ તપાસ પંચનો અહેવાલ વિધાનસભામાં રજૂ
Live TV
-
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના ગઇકાલે અંતિમ દિવસે કચ્છના નલિયા દુષ્કર્મ કેસનો, તપાસ પંચનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, નલિયા ખાતે બનેલી સામૂહિક દુષ્કર્મની ઘટના સંદર્ભે, પોલીસ વિભાગ દ્વારા સમય મર્યાદાની અંદર જ ફરિયાદ નોંધવામાં આવી હતી અને તાકીદે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી દ્વારા નિમણૂંક કરવામાં આવેલ કમિશન દ્વારા રજૂ કરાયેલ રિપોર્ટમાં, પોલીસ કે અન્ય કોઈ પણ સત્તાધિકારીઓ સામે, કોઈ જ આરોપો પુરવાર થતાં નથી.
