Skip to main content
Settings Settings for Dark

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 134 તાલુકામાં વરસાદી માહોલ

Live TV

X
  • છેલ્લા ચોવિસ કલાક દરમિયાન રાજ્યના 32 જિલ્લાના 134 તાલુકાઓમા હળવાથી ભારે વરસાદ વરસ્યો હોવાના સત્તાવાર અહેવાલ છે. ડાંગ જીલ્લાના વઘઇ તાલુકામાં સૌથી વધુ 147 મીલીમીટર વરસાદ નોંધાયો હતો જ્યારે સુરતના ઉમરપાડા તાલુકામાં 129 મીલીમીટર, ભરૂચમાં 90 અને અંકલેશ્વરમાં 86 મીમી વરસાદ નોંધાયો હતો.

    છેલ્લા ચોવિસ કલાક દરમિયાન રાજ્યના 32 જિલ્લાના 134 તાલુકાઓમા હળવાથી ભારે વરસાદ વરસ્યો હોવાના સત્તાવાર અહેવાલ છે. ડાંગ જીલ્લાના વઘઇ તાલુકામાં સૌથી વધુ 147 મીલીમીટર વરસાદ નોંધાયો હતો જ્યારે સુરતના ઉમરપાડા તાલુકામાં 129 મીલીમીટર, ભરૂચમાં 90 અને અંકલેશ્વરમાં 86 મીમી વરસાદ નોંધાયો હતો.છોટાઉદેપુર જિલ્લામાંસંખેડા:25 મીલીમીટર , નસવાડીમં 32 અને કવાંટમાં 33 મીલીમીટર વરસાદ વરસ્યો છે. જ્યારે ભરૂચમાં ગત મોડીરાતથી વરસાદી માહોલ જામ્યો હતો ઠેરઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈહતી. કેટલાક વિસ્તારોમાં વીજ પૂરવઠો ખોરવાયો હોવાના પણ અહેવાલ સાંપડીરહ્યાં છે. શહેરની મનુબર ચોકડી તેમજ જંબુસર રોડ પર વૃક્ષ ધરાશાયી થવાની ઘટનાઓ ઘટી હતી. રસ્તાઓ ઉપર પડેલા વૃક્ષોને દૂર કરવા ફાયર વિભાગ સ્થળ પહોંચ્યો હતો. તેમજ રસ્તાઓ ક્લીઅર કરીને વાહનવ્યવહારને યથાવત કર્યો હતો. નર્મદા જિલ્લામાં 5 તાલુકામાં બે દિવસ થી બપોરબાદ ધીમીધારે વરસાદ નું આગમન થઇ હતું. ધોધમાર વરસાદ વરસતા રાજપીપલા શહેરના નીચાણ વાળા વિસ્તારો માં પાણી ભરાતા સ્થાનિકો ને મુશ્કેલી વેઠવી પડી હતી. નર્મદા જિલ્લાના સાગબારા ડેડીયાપાડા તિલકવાડા ગરુડેશ્વર અને નાંદોદ તાલુકામાં સારો વરસાદ વરસતા ખેડૂતો એ વાવણી કરેલ જુવાર બાજરી મકાઈ કપાસ જેવા અનેક પાક ને પણ જીવનદાન મળતા ખેડૂતો ખુશ ખુસાલ નજરે પડ્યા હતા નર્મદામાં દોઢ ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો હતો.ડાંગ જિલ્લામાં મેઘરાજાની ભારે પધરામણી થતાં લોકોએ મનમુકીને વરસાદની મજા માણી હતી જયારે ખેડૂતોમાં ખુશીની લહેર સાથે ખેડૂતોએ વાવાણીની પુરજોશમાં તૈયારીઓ શરૂ કરી છે.જ્યારે તાપીમાં છેલ્લા ચોવિસ કલાકમાં વ્યારામાં 35 મીલીમીટર,વાલોડ 32,નિઝર-32,કુકરમુંડામાં 31 મીમી વરસાદ વરસ્યો હતો.જ્યારે ઉકાઇ ડેમની જળસપાટી 280.21 ફૂટ પર પહોંચી છે. ડેમમાં ઉપરવાસમાંથી 600 ક્યુસેક પાણી જ્યારે જાવક 600 ક્યુસેક પાણી છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ચાર સેન્ટીમીટરનો ઘટાડો થયો હતો. હાલમાં ડેમની સપાટી 121.84 મીટરની રહી છે. ઉપરવાસની આવકમાં ઘટાડો થઇ રહ્યો છે. 9818 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે જેની સામે મુખ્ય કેનાલામંથી 12857 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલમાં સરદાર સરોવરમાં 1446 એમસીએમ પાણીનો લાઇવ સ્ટોરેજ જથ્થો છે. ડાંગમાં છેલ્લા 24 કલાકમાં આહવા 80 એમ. એમ., વઘઇ ૧૪૭ એમ.એમ, સુબીર 69 એમ.એમ., સાપુતારા 39 એમ.એમ. વરસાદ પડ્યો. ડાંગ જિલ્લાની બધી નદીઓ, તળાવ, ચેકડેમ, પાણીથી છલોછલ થઈ ગયા છે. આહવાથી આઠ કિલોમીટર પાસે આવેલો ભિસીયા ચેકડેમ જે ઉનાળામાં સુકાઈ ગયો હતો. તે છલોછલ થઈ ગયો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
apply