Skip to main content
Settings Settings for Dark

હવામાન વિભાગની ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

Live TV

X
  • બંગાળની ખાડીમાં લો પ્રેશર થવાના કારણ ચોમાસુ પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. જેના પગલે સૌરાષ્ટ્રમાં પણ આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે

    બંગાળની ખાડીમાં લો પ્રેશર થવાના કારણ ચોમાસુ પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. જેના પગલે સૌરાષ્ટ્રમાં પણ આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે. આગાહીના પગલે ગંભીર પરિસ્થિતિનો સામનો કરવા NDRFની ટીમ અત્યાધુનિક સાધનો સાથે રાજકોટ ખાતે આવી પહોંચી છે. નોંધનીય છે કે ,એલર્ટના પગલે સરકારી કર્મચારીઓની રજા રદ કરીને હેડક્વાર્ટર ન છોડવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે..
    ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગોતરું આયોજન કરી દેવાયું છે,,, જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ સામે પહોંચી વળવા માટે NDRFની એક ટીમ ઉતારવામાં આવી છે, જેમાં 30 જવાનો સહિત એક ઇન્સ્પેક્ટરનો પણ સમાવેશ થાય છે,,, ગાંધીનગરના આદેશાનુસાર અરવલ્લી જિલ્લામાં એનડીઆરએફની ટીમ તૈનાત કરાઈ છે,,, આ ટીમ કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે,, અને ટીમે ગત વર્ષે પૂરથી અસરગ્રસ્ત થયેલા ગામડાઓ સહિત વિવિધ ગામડાઓની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. હાલ એનડીઆરએફની ટીમની મોડાસા ખાતે આવેલી સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે ખાસ વ્યવસ્થા કરાઈ છે.    

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply