Skip to main content
Settings Settings for Dark

વિધાનસભાનું બજેટ સત્ર વિક્રમ સર્જીને સમાપ્ત

Live TV

X
  • ચૌદમી વિધાનસભાના ચોથા સત્રના છેલ્લા દિવસની બેઠક ૧૨ કલાક ૦૮ મિનિટથી વધુ સમય સુધી ચાલી હતી. ગુજરાત ઈ વિધાન વેબ પર ૧.૦૫ લાખ વીઝીટર કાઉન્ટર નોંધાયા હતા.

    ગઇકાલે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર વિક્રમ સર્જીને સમાપ્ત થયું હતું. ગુજરાતની સંસદિય ઈતિહાસની નોંધપાત્ર ઘટના બની હતી જેમાં ગુજરાત વિધાનસભાગૃહની કાર્યવાહી સૌથી લાંબા સમય સુધી ચાલવાનો રેકોર્ડ અંકિત થયો હતો. ચૌદમી વિધાનસભાના ચોથા સત્રના છેલ્લા દિવસની બેઠક ૧૨ કલાક ૦૮ મિનિટથી વધુ સમય સુધી ચાલી હતી.રાજ્યની લોકશાહી પરંપરાને મૂર્તિમંત કરવા બદલ અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ સૌને અભિનંદન પાઠવ્યા હતા. આ ઉપરાંત ગુજરાત ઈ વિધાન વેબ પર એક જ દિવસમાં 1.05 લાખ લોકો નોધાયા હોવાની જાહેરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કરી હતી. ગુજરાત વિધાનસભા શુક્રવારના દિવસે જીસ્વાન દ્વારા સંચાલિત ગુજરાત ઈ વિધાન વેબ પર ૧.૦૫ લાખ વીઝીટર કાઉન્ટર નોંધાયા હતા. આ ઈ વિધાન માં દેશભરમાંથી ૪૦ જેટલા વિધાન મંડળો જોડાયેલા છે. આજના એક જ દિવસે આટલા વીઝીટર જોડવનારું ગુજરાત ઇ વિધાન ,પ્રથમ મંડળ બન્યું છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply