ગીરસોમનાથમાં ગૌસેવા સંવર્ધન પરિસંવાદ સ્પર્ધાનું આયોજન
Live TV
-
ગીર સોમનાથ ખાતે સોમનાથ ટ્રસ્ટ સંચાલિત ગૌશાળા સંદર્ભે ગૌસેવા સંવર્ધન પરિસંવાદ તથા ગૌવંશ તંદુરસ્તી સ્પર્ધાનું આયોજન રામ મંદિર ઓડિટોરિયમ હોલ ખાતે કરવામાં આવ્યું હતું. જેનું ઉદ્ઘાટન કેન્દ્રીય કૃષિ મંત્રી પરષોત્તમ રૂપાલાના હસ્તે કરવામાં આવ્યું હતું. ગૌસેવા સંવર્ધન આયોગનાં વલ્લભભાઈ કથીરિયા સહિતનાં મહાનુભાવો સાથે મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા. સોમનાથ ખાતે કેન્દ્રીય કૃષિ મંત્રી પરસોત્તમ રૂપાલાએ સોમનાથ દાદાના દર્શન કરી સોમનાથ ટ્રસ્ટ સંચાલિત ગૌશાળાની મુલાકાત અને વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય કૃષિમંત્રી પરષોત્તમ રૂપાલાએ એક મહત્વની જાહેરાત કરી હતી. જેમાં ખેડૂત ખાતેદારની જેમ હવે પછી સાગરખેડુ અને પશુપાલકોને પણ રૂપિયા 3 લાખ સુધીની વગર વ્યાજનું ધીરાણ મળશે.
