નવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ સુરેન્દ્રનગરની લીધી મુલાકાત
Live TV
-
ગુજરાતમાં નવા રાજયપાલ આચાર્ય દેવવ્રત સુરેન્દ્રનગરની મુલાકાતે હતા. સુરેન્દ્રનગરના સર્કીટ હાઉસમાં જિલ્લાના કલેકટર જિલ્લા પોલીસ વડાજિલ્લા વિકાસ અધિકારી સાંસદ અને શહેરના ધારાસભ્યો સાથે એક મીટીંગનું આયોજન કર્યું હતું. રાજ્યપાલનું સ્વાગત જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવ્યું હતું. સાથે રાજયપાલે જણાવ્યુ કે રાષ્ટ્રપતિ , પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી અમિત શાહ એ તેમને ગુજરાતની ધરતી ઉપર કામ કરવા માટેની તક આપી છે તે માટે તેમનો હું આભાર માનું છુ. વધુ માં તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓને આગળ કરીને લોકકાર્ય કરવામાં આવશે તો લોકોનો સહકાર મળશે.
