કારગિલ યુદ્ધમાં ઉપયોગમાં લીધેલા શસ્ત્રોનું પ્રદર્શન યોજાયુ
Live TV
-
ભારતીય સૈન્યએ કારગિલ યુદ્ધમાં મેળવેલ વિજયની 20 વર્ષની ઉજવણી વડોદરામાં સ્થિત ઇએમઇ કેમ્પસમાં કરવામાં આવી રહી છે. કારગિલ વિજયની ઉજવણીમાં ભારતીય આર્મ ફોર્સએ કારગિલ યુદ્ધમાં ઉપયોગમાં લીધેલા શસ્ત્રોનું પ્રદર્શન યોજવામાં આવ્યું. ત્રણ દિવસ સુધી ચાલનારા પ્રદર્શન જોવા માટે ખાસ કરીને વડોદરાની વિવિધ શાળાઓના વિધાર્થીઓ તેમજ એનસીસી કેડેટ્સ આવી રહયા છે. પ્રદર્શનમાં 20 સેકન્ડમાં 40 રોકેટ છોડતા ,20 કિલોમીટરની રેન્જ ધરાવતા રોકેટ લોન્ચર,90 કિલોગ્રામવજન ના 12 મિસાઈલનું ટ્રાન્સપોર્ટ વેહિકલ, એક મિનિટમાં 5 રાઉન્ડ ફાયર કરતું 40કિલોમીટરની રેન્જ ધરાવત વેહિકલ વિશેની માહિતી આર્મીના જવાનો તેમજ અધિકારીઓએ આપી હતી.સવારથી સાંજ સુધી રોજના હજારો વિધાર્થીઓ કારગીલ યુદ્ધમાં ઉપયોગમાં લેવાયેલ શસ્ત્રો નિહાળવા માટે આવી રહયા છે. આ પ્રદર્શનનો હેતુ બાળપણ થીજ વિધાર્થીઓ માં દેશ ભક્તિનું સિંચન કરવા સાથે ભારતીય સૈન્યની કામગીરીથી માહિતગાર કરવાનો છે.
