કચ્છના રાજવી પરિવારના મોભી પ્રાગમલજી ત્રીજાનું ગઇકાલે ભુજના રણજિત વિલા પેલેસ ખાતે અવસાન થયું
Live TV
-
કચ્છના રાજવી પરિવારના મોભી પ્રાગમલજી ત્રીજાનું ગઇકાલે ભુજના રણજિત વિલા પેલેસ ખાતે અવસાન થયું હતું. ગુજરાતી તિથિ અનુસાર બે દિવસ અગાઉ તેમણે જીવનયાત્રાનાં 85 વર્ષ પુરા કર્યા હતા. કચ્છના અંતિમ મહારાવ મદન સિંહજીના નિધન પછી રાજવી પરંપરાના ભાગરૂપે 1991ની 17મી ઓક્ટોબરે તેમની તિલકવિધિ થઇ હતી. ગઇકાલે તેમની સ્મશાન યાત્રામાં કોવિડ ગાઈડલાઈન અનુસાર અગ્રણીઓ જોડાયા હતા. વિવિધ ક્ષેત્રનાં અનેક અગ્રણીઓએ ભાવભીની શ્રદ્ધાંજલી આપી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ મારફતે દુઃખ વ્યક્ત કર્યું હતું તથા શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
