Skip to main content
Settings Settings for Dark

નર્મદા : આયુર્વેદિક કોલેજમાં સનફાર્મા કંપની દ્રારા ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરાયો 

Live TV

X
  • નર્મદા જિલ્લામાં આવેલી રાજપીપલાની આયુર્વેદિક કોલેજમાં સનફાર્મા કંપની દ્રારા CSR હેઠળ અંદાજે રૂપિયા 18 લાખના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. હવામાંથી લિક્વિડ નાઇટ્રોજનમાંથી ઓક્સિજનમાં કન્વર્ટ કરીને લગભગ દૈનિક 1 ટનની કેપેસીટી ધરાવતો આ પ્લાન્ટ 35 બેડને ઓક્સિજનનો પુરવઠો સતત પૂરો પાડશે. આ પ્લાન્ટ શરૂ થતાં રાજપીપલા કોવિડ હોસ્પિટલના 70 બેડને સુવિધા મળી રહેશે. આ પ્રસંગે જિલ્લા કલેકટર ડી.એ.શાહે જણાવ્યું હતું કે, કોરોનાની મહામારી દરમિયાન દર્દીઓને કોઇપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે પ્રયત્નશીલ છે.સહિયારા પ્રયાસોથી જિલ્લામાં ઓક્સિજનના સિલિન્ડરની સુવિધા સતત વધારવામાં આવી રહી છે. આ પ્લાન્ટ 8 થી 10 હજાર લિટર ઓક્સિજન પૂરો પાડશે.પ્રતિ દર્દીની જરૂરીયાત 5 લિટર ગણીએ તો 25 બેડની જરૂરીયાત પૂરી કરી શકાશે અને 15 લીટર ગણીએ તો લગભગ 10 થી 12 દર્દીઓની ઓક્સિજનની જરૂરીયાત પુરી કરી શકાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply