કચ્છમાં ચાલુ વર્ષે 18 હજાર 500 હેક્ટરમાં ખારેકનું વાવેતર કરવામાં આવ્યુ
Live TV
-
કચ્છની ખારેક દેશ વિદેશમાં પ્રખ્યાત છે. ત્યારે આ વર્ષે પણ કચ્છમાં ખેડૂતોએ બાગાયતી પાકોનું સફળ વાવેતર કર્યુ છે. ચાલુ વર્ષે 18 હજાર 500 હેક્ટરમાં ખારેકનું વાવેતર કરવામાં આવ્યુ છે. જે જોતા 1.72 લાખ મેટ્રિક ટન ખારેકનુ ઉત્પાદન થાય તેવી શક્યતા છે. કચ્છની જમીન ફળદ્રુપ અને ખારેકના પાકને માફક આવે તેવી હોવાથી અહીં છેલ્લાં ઘણાં વર્ષોથી ખારેકનું સારું એવું ઉત્પાદન થઈ રહ્યું છે. આ ઉપરાંત દેશ વિદેશમાં પણ ખારેકની માંગ હોવાથી મોટા પ્રમાણમાં નિકાસ પણ કરવામાં આવે છે. મહત્વનુ છે કે ગત વર્ષ કરતા આ વર્ષે 500 હેક્ટર વધુ વાવેતર કરવામાં આવ્યુ છે. ખારેકનું ઉત્પાદન કરવા ખેડૂતો દેશી ખાતરનો ઉપયોગ કરી રહ્યા છે જેથી ખારેકની મીઠાશ પણ વધી છે.
