છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 135 નવા કેસ નોંધાયા
Live TV
-
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 135 નવા કેસ નોંધાયા હતા. તો 612 દર્દીઓ કોરોનાને હરાવી ઘરે પરત ફર્યા હતા. તો ગઇકાલે શરૂ કરાયેલા કોરોના રસીકરણ મહાઅભિયાન સાંજે 5 વાગ્યા સુધીમાં 4 લાખ 53 હજાર વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યુ હતુ. આ સાથે દર્દીઓના સાજા થવાનો દર પણ વધી રહ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ 98.15 ટકાએ પહોંચ્યો છે. કોરોના કેસ પર નજર કરીએ તો અમદાવાદમાં 30 કેસ, સુરતમાં 22 કેસ, જૂનાગઢમાં - 06, વડોદરામાં 16, રાજકોટમાં 16, તો ગાંધીનગરમાં 3 કેસ નોંધાયા હતા. રાજ્યમાં કોરોના 3 દર્દીઓના મૃત્યુ થયા હતા. તો રાજ્યમાં અત્યાર સુધીમાં 2 કરોડ 30 લાખથી વધુ લોકોને રસી આપવામાં આવી છે.
