નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહેસાણા પાલિકાના સિવિક સેન્ટરનું લોકાર્પણ કર્યુ
Live TV
-
➡️મહેસાણા શહેરના નાગરિકોને આંગળીના ટેરવે માહિતી મળી રહે તે માટે પાલિકાની વેબસાઇટનું લોન્ચીંગ
➡️નાયબ મુખ્યમંત્રીના ૬૬ મા જન્મદિવસ પ્રસંગે નાગરિકો અને સંસ્થાઓ દ્વારા સેવાયજ્ઞ
➡️લાયન્સ ક્લબ દ્વારા ૪૦ જેટલા રેગ પીકર્સને પીપીઇ કીટનું વિતરણ
➡️નગરસેવક દ્વારા વોર્ડનંબર ૦૪માં જન્મેલ નવજાત દિકરીઓના સન્માન માટે રૂ ૨૧૦૦ની એફ.ડી અપાઇ
➡️મહેસાણા શહેર ભાજપ દ્વાર ૧૧૦ જેટલી વિધવા જરૂરીયાતમંદ બહેનોને રાશનકીટનું વિતરણ
➡️રાજ્યમાં ટેકનોલોજીના ઉપયોગ થકી નાગરિકોને આંગળીને ટેરવે માહિતી અને સેવાઓ મળતી થઇ છે.મહેસાણા નગરપાલિકાના સિવિક સેન્ટર અને નવીન વેબસાઇટના લોકાર્પણ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીની નિતીનભાઇ પટેલે સપષ્ટપણે જણાવ્યું હતું કે, વર્તમાન આધુનિક ટેકનોલોજીનો લોકસેવામાં ઉપયોગ કરી નાગરિકોને ઘરબેઠા સેવાઓ મળતી થઇ છે. તેમણે ઉમેર્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં ટેકનોલોજીના ઉપયોગ થકી નાગરિકો પ્રજાલક્ષી સેવાઓને ઓનલાઈન કરી સરળ, ઝડપી અને પારદર્શી કરવામાં આવી છે.
નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી ડીજીટલ ઇન્ડિયાના માધ્યમથી રાષ્ટ્રમાં ક્રાંતિ લાવી રહ્યા છે. દેશના નાગરિકોને ત્વરીત સેવાઓ, માહિતી આજે આંગળીના ટેરવે મળતી થઇ છે. રાજ્ય સરકાર દ્વારા ગામડાઓમાં ડીજીટલ સેવા સેતુથી ગામો મોર્ડન વિલેજ સાથે ગ્લોબલ વિલેજ બનવા જઇ રહ્યા છે. સરકાર દ્વારા અન્ડર ગ્રાઉન્ડ ઓપ્ટીકલ ફાઇબર નેટર્વકથી જોડીને ગ્રામપંચાયતોને આવરી લેવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે મહેસાણા નગરપાલિકા દ્વારા નગરપાલિકાની વેબસાઇટ લોન્ચ કરી નાગરિકોની સુવિધામાં વધારો કર્યો છે. નાગરિકો ઓનલાઇન લગ્ન નોંધણી, જન્મ-મરણ, ગુમાસ્તા વ્યવસાય વેરા શાખા અને વેરા સંબધિત કામકાજ કરી શકશે.
મહેસાણા શહેરમાં નાયબ મુખ્યમંત્રીના જન્મદિવસ પ્રસંગે સેવાયજ્ઞના ભાગરૂપે સહાય અને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં લાયન્સ ક્લબ દ્વારા ૪૦ જેટલા રેગપીકર્સને પીપીઇ કીટનું વિતરણ, વોર્ડનંબર ૦૪ ના નગરસેવક સંજયભાઇ બ્રહ્મભટ્ટ દ્વારા ૧૧ દિકરીનો જન્મ થયેલ માતાપિતાને રૂ ૨૧૦૦ની ફિક્સ ડિપોઝીટ રસીદ અને મહેસાણા શહેર ભાજપ દ્વારા ૧૧૦ વિધવા જરૂરીયાતમંદ મહિલાઓને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છેકે લગ્ન નોંધણી અને ગુમાસ્તા-વ્યવસાય વેરા માટે www.enagar.gujarat.gov.in, જન્મ મરણ માટે www.eolakh.gujarat.gov.in, સહિત વેરાશાખા માટે www.mehsananagarpalika.com પર પ્રજાજનો માહિતી અને સેવાઓ મેળવી શકશે.
મહેસાણા નગરપાલિકા દ્વારા ટીબી રોડ સ્થિત સરદાર વલ્લભભાઇ પટેલ જનસુવિધા કેન્દ્ર ખાતે નાગરિકોને નગરપાલિકાની તમામ સેવાઓ આપવા માટે જનસુવિધા કેન્દ્રનું લોકાર્પણ નાયબ મુખ્યમંત્રીના હસ્તે કરાયું હતું. આ ઉપરાંત નગરજનોને ઓનલાઇન સુવિધા મળી રહે તે માટે નગરપાલિકાની વેબસાઇટનું લોન્ચીંગ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સંસદ સભ્ય શ્રીમતી શારદાબેન પટેલ, જિલ્લા અગ્રણી જશુભાઇ પટેલ, નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ, ઉપપ્રમુખ કાનજીભાઇ દેસાઇ, કારોબારી ચેરમેન કૌશિકભાઇ વ્યાસ, નગરપાલિકા મુખ્ય અધિકારી અલ્પેશ પટેલ સહિત અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
