જીસેટ કોલેજના વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટઃ સૌથી વધુ 8 લાખનું પેકેજ અપાયું
Live TV
-
આણંદની ચારૂતર વિદ્યામંડળ સંચાલિત ઈજનેરી કોલેજના 270 વિદ્યાર્થીઓને મલ્ટી નેશનલ કંપનીમાં પ્લેસમેન્ટ મળ્યું છે. જેમાં સૌથી વધુ આઠ લાખના પેકેજ સાથે વિદ્યાર્થીનું પ્લેસમેન્ટ થયું છે.
કોરોનાની કપરી સ્થિતિમાં મોટા ભાગના લોકો આર્થિર રીતે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તેવામાં વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે શૈક્ષણિક સંસ્થાઓ જાતે જ મહેનતથી વિદ્યાર્થીઓને તેમના ભણતર પૂર્ણ થતાંની સાથે જ જોબ પ્લેસમેન્ટ માટે મદદ કરે તે જરૂરી છે. ત્યારે આણંદની ચારૂતર વિદ્યામંડળ સંચાલિત જીસેટ કોલેજના અલગ-અલગ ઈજનેર શાખામાં અભ્યાસ કરતા 270 જેટલા વિદ્યાર્થીઓને મલ્ટીનેશનલ કંપની દ્વારા જોબ માટે વાર્ષિક ઉચ્ચ પેકેજ સાથેના ઓફર લેટર આપવામાં આવ્યા. આ કંપનીઓમાં ટાટા કેમીકલ, ઇન્ફોસીસ, જનરલ મોટર્સ અને એમ.જી મોટર્સ જેવી મોટી કંપનીઓનો ફાળો મહત્વનો રહ્યો છે. ત્યારે આ વિદ્યાર્થીઓએ પોતાના પ્લેસમેન્ટ માટે કંપની અને પોતાની કોલેજ નો પણ આભાર માન્યો હતો.
