કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલ ખાતે રુ. ૪૫ લાખના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટનું નિર્માણ
Live TV
-
ઓક્સિજનના પુરવઠાની માંગને પહોંચી વળવા આણંદની અમુલ ડેરી દ્વારા કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલ ખાતે રૃપિયા ૪૫ લાખના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટનું નિર્માણ કરાયું છે. અમુલના ચેરમેન અને સાંસદ રામસિંહ પરમારના હસ્તે આ નવનિર્મિત ઓકસીજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઓક્સિજન પ્લાન્ટ હવામાંથી પ્રતિ કલાક ૨૦ મીટર કયુબ ઓકસીજનનું ઉત્પાદન કરશે. તો ઓક્સિજન ટેન્કમાં બે હજાર લીટર ઓકસીજનનો સંગ્રહ કરી શકાશે. તેમજ પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતા ઓક્સિજનમાંથી ૨૫ ક્યુબીક મીટરની ક્ષમતાવાળા ૭૦ જેટલા ઓકસીજનના સિલિન્ડર ભરી શકાશે..જેને કારણે આરોગ્ય સુવિધા વધુ સઘન બનશે. આ પ્રસંગે અમૂલનાં ડીરેકટર્સ સહીત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
