કાલે મોડી રાતે જામનગર એરપોર્ટ પર ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયું
Live TV
-
જામનગર 9 જાન્યુઆરીએ રાતે 11 વાગ્યાની આસપાસ મોસ્કોથી ગોવા જતી ફ્લાઈટમાં બોમ્બ હોવાની જાણકારી મળી હતી. જેને લઇને જામનગર એરપોર્ટ ખાતે ફ્લાઇટને ડાયવર્ટ કરવામાં આવી હતી. જેમાં 236 પેસેન્જર અને આઠ ક્રૂ એટલે 244 લોકોને હેમખેમ બહાર કાઢીને વેઈટિંગ લોન્ચમાં બેસાડવામાં આવ્યા હતા.
મોડી રાત્રે બોમ્બ સ્કોર્ડ દ્વારા બૉમ્બ ડિટેકશન અને ડિસ્પોઝની કામગીરી હાથ ધરવામાં આવી હતી. બોમ્બ હોવાની આશંકાને પગલે કલેક્ટર-પોલીસ વડા સહિતનો કાફલો એરપોર્ટ પર દોડી આવ્યો હતો.
જામનગર એરપોર્ટ પર કોઈપણ વ્યક્તિને જવા પર પ્રતિબંધ નાખવામાં આવ્યો હતો. જામનગર એરપોર્ટ પર પાંચથી વધુ 108 એમ્બ્યુલન્સ પણ પહોંચી હતી. આ ઘટનાના પગલે જ્યારે દિલ્હીથી NSG કમાન્ડો પણ જામનગર એરપોર્ટ ખાતે આવવા માટે રવાના થઈ ગયા છે અને ટૂંક સમયમાં જામનગર એરપોર્ટ ખાતે NSG કમાન્ડો આવશે.
