Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રિય પશુપાલન, ડેરી અને મત્સ્યપાલન મંત્રી ગિરિરાજસિંહ અમદાવાદની મુલાકાતે

Live TV

X
  • અમદાવાદની મુલાકાતે આવેલા કેન્દ્રિય પશુપાલન, ડેરી અને મત્સ્યપાલન મંત્રી ગિરિરાજસિંહનું નિવેદન : ખેડૂતોનો વિકાસ એ સરકારનો સંકલ્પ- પશુઓની નસ્લ સુધારણા પર મત્સ્યોદ્યોગ વધારવા તેમજ બાયોગેસના વિકાસ પર ભાર મૂકાશે.

    કેન્દ્રિય પશુપાલન, ડેરી અને મત્સ્યપાલન મંત્રી ગિરિરાજસિંહ આજે અમદાવાદની મુલાકાતે છે. તેમણે જણાવ્યું હતું કે ખેડૂતનો વિકાસ  એ સરકારનો સંકલ્પ છે, અને ખેતીમાં પાકમાં થતા રોગ અને નુકસાનને અટકાવવા માટે  સરકાર સતત પ્રયાસશીલ છે. બ્રુસેલોસીસ નામનો પશુઓમાં થતો રોગ નાશ કરવા સરકાર કટિબદ્ધ છે. તેમણે જણાવ્યું કે 10 હજાર કરોડની મત્સ્ય સંપદા યોજના માટે સહાય મળી છે. તેમણે કહ્યું કે મત્સ્યઉદ્યોગને વધુ વિકસાવાશે અને ક્યાં માછલીઓ વધુ છે, તેની પણ ટેકનોલોજીના આધારે માછીમારોને માહિતી અપાશે. તેમણે પશુઓની નસ્લ સુધારણા પર અને બાયોગેસના વિકાસ પર પણ ભાર મૂક્યો હતો. તેમજ દરેક રાજ્યમાં ગોકુલ મિશન હેઠળ સારા બ્રિડની સાચવણી માટે કેન્દ્ર શરૂ કરાશે, અને અમુક ક્ષેત્રની જેમ દેશમાં અમૂલ મોડેલ શરૂ કરવામાં આવશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply