Skip to main content
Settings Settings for Dark

રાજ્યપાલ પદે કાર્યકાળ પૂર્ણ થતાં શ્રી ઓ.પી.કોહલીને રાજ્ય સરકાર તરફથી વિદાયમાન આપવામાં આવ્યું

Live TV

X
  • ગુજરાતના રાજ્યપાલ પદે કાર્યકાળ પૂર્ણ થતાં શ્રી ઓ.પી.કોહલીને રાજ્ય સરકાર તરફથી વિદાયમાન આપવામાં આવ્યું. ગુજરાત, ગુજરાતીઓની સહજતા અને સાથે મળી પરસ્પર સહયોગ-સહકારથી કામની વૃત્તિની શ્રી ઓ.પી.કોહલીએ પ્રશંસા કરી.

    ગુજરાતના રાજયપાલપદે કાર્યકાળ પૂર્ણ કરી, વિદાય લઈ રહેલા રાજયપાલ શ્રી ઓ.પી. કોહલીને રાજય સરકાર તરફથી અમદાવાદમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ભાવભરી સ્નેહવિદાય આપવામાં આવી હતી. મુખ્યમંત્રીએ રાજયપાલને સ્મૃતિભેટ અને શાલ પ્રદાન કરી સન્માનિત કર્યાં હતા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ પ્રસંગે રાજયપાલે તેમના કાર્યકાળ દરમિયાન રાજય સરકારનું વિવિધ સ્તરે તેમજ યોજનાઓમાં સતત પ્રેરણા અને માર્ગદર્શન મળતું રહ્યુ તે માટે  હ્રદયપૂર્વકનો આભાર વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ કહ્યું કે,બંધારણીય વડા તરીકે રાજયપાલે અમારુ સદા સર્વેશ માર્ગદર્શન કર્યું છે. વિપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ પણ  રાજયપાલને સ્મૃતિ ભેટ અર્પણ કરી હતી. આ વેળાએ રાજય સરકારના વરિષ્ઠ સચિવો-અધિકારીઓ જોડાયા હતા. રાજ્યપાલશ્રીએ ગુજરાત, ગુજરાતીઓની સહજતા, અને સાથે મળી પરસ્પર સહયોગ - સહકારથી કામ કરવાની વૃત્તિથી તેઓ પ્રભાવિત થયા હોવાનું જણાવ્યું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply