ખેલ મંત્રી કિરણ રિજિજ્જુ આજે ગુજરાતની મુલાકાતે
Live TV
-
કેન્દ્રિય યુવા ખેલ મંત્રી કિરણ રિજીજુએ આગામી વર્ષે યોજાનાર ઓલમ્પિક રમતોત્સવ સંદર્ભે અધિકારીઓ, બાળકો અને યુવા ખેલાડીઓ સાથે વાતચીત કરી હતી.તેમણે જણાવ્યું હતું કે, નિવૃત ખેલાડીઓને સન્માનિત કરાશે.
ખેલ મંત્રી કિરણ રિજિજ્જુ આજે ગુજરાતની મુલાકાતે છે. ખેલમંત્રી બન્યા બાદ પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે આવેલ કિરણ રિજિજ્જુએ જણાવ્યું હતું કે, આવતા વર્ષે ઓલિમ્પિક છે. તેથી ગુજરાતમાં ખેલ માટે જમીની હકીકત શું છે તે જાણવા તેઓ અહીં આવ્યા છે. આ દરમિયાન તેમણે બાળકો અને અધિકારી સાથે મુલાકાત કરી હતી. જે ખેલાડીઓની આર્થિક સ્થિતિ ખરાબ છે તેમને આર્થિક મદદ કરવાનું પણ તેમણે જણાવ્યું હતું. અને રિટાયર્ડ ખેલાડીઓને સન્માન આપવાની વાત કરી હતી. તો સાથે જ ટોકિયોમાં ઈન્ડિયા હાઉસ બનાવવાની વાત પણ કરી હતી.
