સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા ખાતે મિલટરી સ્ટેશનમાં કાર્યક્રમનું આયોજન
Live TV
-
આ કાર્યક્રમમાં શહેરની અલગ અલગ સ્કૂલના 400થી વધુ વિદ્યાર્થીઓ, તેમજ શિક્ષકો હાજર રહ્યાં હતા. દેશની રક્ષા કરવાની સાથે સાથે આર્મીના જવાનો દેશમાં કોઈ પણ કુદરતી આપદા આવે તો કેવી રીતે લોકોની મદદ માટે ઉભા રહે છે તે અંગે આર્મી અધિકારીઓએ માહિતી આપી હતી.
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા ખાતે આવેલ મિલટરી સ્ટેશનમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જવાનો દેશની રક્ષા માટે શું કરે છે, તે અંગે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શહેરની અલગ અલગ સ્કૂલના 400થી વધુ વિદ્યાર્થીઓ, તેમજ શિક્ષકો હાજર રહ્યાં હતા. દેશની રક્ષા કરવાની સાથે સાથે આર્મીના જવાનો દેશમાં કોઈ પણ કુદરતી આપદા આવે તો કેવી રીતે લોકોની મદદ માટે ઉભા રહે છે તે અંગે આર્મી અધિકારીઓએ માહિતી આપી હતી. તો સાથે જ તોપ દ્વારા કેવી રીતે દુશ્મનોને જવાબ આપવામાં આવે છે તે અંગે શોર્ટ ફિલ્મ પણ દેખાડવામાં આવી હતી. આ પ્રસંગે આર્મી કર્નલ, ડેપ્યુટી કર્નલ તેમજ જવાનો ઉપસ્થિત રહ્યાં હતા.
