કોરોનાને કારણે માતા-પિતા ગુમાવ્યા બાદ 8 વર્ષના બાળકને મળી તંત્ર તરફથી તત્કાલ સહાય
Live TV
-
કોરોના મહામારીમાં ઘણા લોકો બેરોજગાર બન્યા છે, તો ઘણા લોકોએ પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. દ્વારકાના 8 વર્ષીય બાળકે પોતાના માતા-પિતાને કોરોના કાળમાં ગુમાવ્યા હતા ત્યારે આ અહેવાલ મીડિયામાં રજૂ થયાના થોડા સમયમાં જ તંત્ર દ્વારા બાળકની સહાય કરવામાં આવી છે. તંત્ર દ્વારા 8 વર્ષના બાળક ભવ્યને દર મહિને 4000 રૂની સહાય આપવામાં આવશે. જિલ્લા કલેકટર નરેન્દ્ર કુમાર મીનાએ સમાજ સુરક્ષા વિભાગને જાણ કરતા રાજ્ય સરકારે સહાયની જાહેરાત કરી દીધી હતી. આ તકે ભવ્યના પાલક પિતાએ પણ તંત્રનો આભાર માન્યો હતો. આ ઉપરાંત જિલ્લા પોલીસ વિભાગ દ્વારા પણ બાળક ભવ્યના પાલક પિતાની મુલાકાત લેવામાં આવી હતી અને જિલ્લા પોલીસ દ્વારા તથા સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ ભવ્યને સહાય આપવામાં આવશે.
