રાજકોટના લોધિકા તાલુકામાં તંત્ર દ્વારા વેક્સીનેશન ડ્રાઇવ પુરજોશમાં, જાણો આ વિશેષ અહેવાલ
Live TV
-
અંધશ્રદ્ધા વચ્ચે રાજકોટના લોધિકા તાલુકામાં તંત્રએ પુરજોશમાં વેક્સીનેશન ડ્રાઇવ શરૂ કરી દીધી છે. અત્યાર સુધી 90% વેક્સીનેશન સાથે લોધિકા તાલુકો રાજકોટનો પ્રથમ તાલુકો બન્યો છે. હાલ ચાલી રહેલ કોરોના મહામારીમાં વેક્સીન જ એક રામબાણ ઈલાજ છે. વેક્સીન સંપૂર્ણ સુરક્ષિત છે.જેને લીધે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર વેક્સીન લેવા માટે લોકોને અપીલ કરી રહ્યા છે. ત્યારે હજુ પણ ઘણા ગામડા વિસ્તારોમાં વેક્સીન લેતા લોકો ડરી રહ્યા છે, તેમજ વેક્સીન ન લેવા માટે વિવિધ બહાના બતાવી રહ્યા છે. રાજકોટના 11 તાલુકાઓ માંથી લોધિકા એક માત્ર એવો તાલુકો બન્યો છે જેના તમામ ગામોમાં 70% થી વધુ વેક્સીનેશન થઇ ચૂક્યું છે. લોધિકા તાલુકો અન્ય ગામોમાં વેક્સીનેશન માટે એક આદર્શ ઉદાહરણ ધરાવતો પ્રથમ તાલુકો બન્યો છે. અનેક અંધશ્રદ્ધા વચ્ચે પણ કલેક્ટર તંત્રના અધિકારીઓ દ્વારા લોકોની સમજાવટ બાદ લોકો વેક્સીન લેવા માટે માની ગયા છે. ત્યારે ગ્રામ્ય પ્રાંત અધિકારી વિરેન દેસાઈ દ્વારા માઈક્રો પ્લાનિંગ કરવામાં આવ્યુ હતુ જે ખૂબ જ અસરકારક પૂરવાર થયું છે.
