નવસારી : મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી સાથે 6 કલાકમાં 2.5 ઇંચ વરસાદ
Live TV
-
ગુજરાતમાં મેઘરાજાનુ આગમન થઈ ગયું છે. નવસારી-જલાલપોરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. નવસારી તાલુકામાં 6 કલાકમાં 2.5 ઇંચ વરસાદ કપરાડા વિસ્તારમાં મેહુલિયાની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી. 6 કલાકમાં જલાલપોરમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે.
તેમજ વલસાડ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામતા મોડી રાત્રે મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા. વાપી અને આસપાસના વિસ્તારોમાં પણ મોડી રાતથી વરસાદી ઝાપટાંની શરૂઆત થઈ હતી. જિલ્લામાં બે દિવસથી વરસાદી વાતાવરણના કારણે ઠંડક પ્રસરી ગઈ હતી. અને લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી હતી. ઉલ્લેખનીય છે કે આગામી પાંચ દિવસમાં સંપૂર્ણ ગુજરાતમાં ચોમાસું સક્રિય થઈ જશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે. અમદાવાદ હવામાન ખાતાના નિયામક મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે, રાજયમાં આગામી પાંચ દિવસમાં સૌરાષ્ટ્રના દરિયાઈ જિલ્લાઓમાં તેમજ દક્ષિણ ગુજરાતનાં કેટલાંક સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવના છે.
